ચૂંટણી સમયે પીળી સાડીવાળા પોલિંગ ઓફીસરનો નવો લુક : કાળા ચશ્મા, સ્ટાઇલિશ ટ્રાઉઝર અને બ્લેક સ્લીવલેસ ટોપમાં જોવા મળ્યા

- Advertisement -
Share

 

ગત વિધાનસભા ચૂંટણીમાં પીળી સાડી પહેરેલી, આંખોમાં સનગ્લાસ લગાવીને એક ઘણી જ સુંદર મતદાન અધિકારીની તસવીર સોશિયલ મીડીયામાં ઘણી વાઇરલ થઇ હતી.

 

 

નામ હતું રીના દ્વિવેદી. હવે ફરી એક વખત યુ.પી.માં મતદાન ચાલી રહ્યું છે. એક સપ્તાહ પહેલાં સોશિયલ મીડીયામાં લોકો સવાલ કરી રહ્યા હતા કે, પીળી સાડીવાળી મતદાન અધિકારીની આ વખતે ડયુટી કયાં છે. ?

 

 

જણાવી દઇએ કે વર્ષ-2022 માં થઇ રહેલી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રીના દ્વિવેદીની ડયુટી ફરીથી લખનઉમાં છે. એક વખત ફરી તેમને ડયુટી માટે જતી તસવીર વાઇરલ થઇ રહી છે. જો કે, આ વખતે રીના દ્વિવેદીનો લુક પહેલાંથી પણ ઘણો સ્ટાઇલીશ જોવા મળી રહ્યો છે.

 

 

કાળા ચશ્મા, સ્ટાઇલીશ ટ્રાઉઝર અને બ્લેક સ્લીવલેસ ટોપવાળો તેમનો લુક સોશિયલ મીડીયામાં ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. મતદાન ડયુટી માટે જતાં સમયે રીના દ્વિવેદીએ કહ્યું હતું કે, અમારો હેતુ આ વખતે પણ વધુને વધુ મતદાન કરાવવાનો છે.

 

 

મતદાન ડયુટી માટે જતાં પહેલાં રીના દ્વિવેદીએ કહ્યું હતું કે, અમારો હેતુ આ વખતે પણ વધુને વધુ મતદાન કરાવવાનો જ રહેશે. ગેટઅપ બદલવા અંગે તેમણે જણાવ્યું હતું કે, હું તો ફેશનને જ ફોલો કરૂ છું. મને તો હંમેશાં અપડેટ રહેવું જ પસંદ છે.

 

 

આ જ કારણ છે કે, મેં મારો ગેટઅપ બદલ્યો છે. ચૂંટણી ડયુટી દરમિયાન ‘પીળી સાડી’ વાળી મહીલા અધિકારીના નામથી જાણીતા થયેલા રીના દ્વિવેદી વર્ષ-2019 ની લોકસભા ચૂંટણી સમયે પણ નગરામમાં ડયુટી પર હતા. જ્યારે 2017 માં સરોજનીનગર વિધાનસભા ક્ષેત્રમાં તેમને ફરજ પર મૂકવામાં આવ્યા હતા.

 

 

દેવરીયામાં રહેતાં રીનાને નાનપણથી જ ફીટ રહેવાનો શોખ હતો અને તેમને ફોટો શૂટ કરાવવાનું પણ પસંદ છે. તેઓ પોતાના ડ્રેસીંગને લઇને પણ ઘણાં જ ચૂઝી છે.

 

 

ડ્રેસનું સિલેક્શન સમજી વિચારીને જ કરે છે. જેનાથી તેઓ વધુ સુંદર દેખાય. રીનાના પતિનું વર્ષ-2013 માં બીમારીને કારણે નિધન થઇ ગયું હતું. રીનાએ 2004 માં પી.ડબલ્યુ.ડી. માં કામ કરતાં સિનિયર સહાયક સંજય દ્વિવેદી સાથે લગ્ન કર્યાં હતા.

 

 

રીના દ્વિવેદી લખનઉમાં લોક નિર્માણ વિભાગના કાર્યાલયમાં ક્લાર્ક છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં તેમની ડયુટી મોહનલાલ ગંજમાં છે. રીના દ્વિવેદીએ હવે પોતાનો ગેટઅપ બદલ્યો છે. મંગળવારે તેઓ બ્લેક સ્લીવલેસ ટોપ અને ઓફ વ્હાઇટ ટ્રાઉસરમાં પોલિંગ પાર્ટીની સાથે પોતાની ડયુટી પર રવાના થયા હતા.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!