પાલનપુરમાં કાર ધોવાની ના પાડતાં માલિક ઉપર 4 શખ્સોએ જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

માલણ ગામના 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

પાલનપુર-આબુ હાઇવે નજીક કાર વોશિંગ સેન્ટરમાં વચ્ચે કાર ધોવાની ના પાડતાં ઉશ્કેરાયેલા માલણ ગામના 4 શખ્સોએ માલિકને ટાયરની લોખંડની પ્લેટ અને ધારીયાથી જીવલેણ હુમલો કરતાં ચક્ચાર મચી ગઇ હતી.
પાલનપુર તાલુકાના કુંપર (ભા) ના સરફરાઝ કાદરભાઇ મેમણ પાલનપુર બિહારી બાગ નજીક વોશિંગ એન્ડ એસેસરી સેન્ટર ધરાવે છે.

જ્યાં માલણ ગામનો સોકતખાન સોરમખાન ઘાસુરા ગાડી લઇને બુકીંગ કરાવ્યા વગર વોશિંગ કરાવવા માટે વચ્ચે ઘૂસ્યો હતો.

જેથી દુકાન ઉપર કામ કરતાં દીપક દેસાઇએ સરફરાઝભાઇને વાત કરતાં તેમણે વચ્ચે કાર વોશિંગ કરવાની ના પાડી હતી.

આથી સોકતખાન અને માલણનો રણજીતભાઇ રાજપૂત, યાસીનખાન દોલતખાન ઘાસુરા અને એક અજાણ્યા શખ્સે ધારીયા અને ટાયરની લોખંડની પ્લેટથી સરફરાઝ ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી.
આ અંગે પાલનપુર પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!