પાલનપુરમાં રથયાત્રાને લઇ પોલીસ દ્ધારા ફ્લેગ માર્ચ યોજાઇ : ડીસામાં રથયાત્રાને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઇ

- Advertisement -
Share

શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે જીલ્લામાં પોલીસ સજ્જ

 

આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે પાલનપુરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે રથયાત્રાના નિર્ધારીત રૂટ ઉપર મંગળવારે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ હતી.

અને પોલીસ ટીમોએ પેટ્રોલિંગ કર્યું હતું. ત્યારે બીજી તરફ ડીસામાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ દક્ષિણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ડીસાના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં આગામી અષાઢી બીજના પાલનપુરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે.

 

જેના ભાગરૂપે મંગળવારે બનાસકાંઠા પોલીસે પાલનપુર શહેરમાં રથયાત્રાના નિર્ધારીત રૂટ પર ફ્લેગ માર્ચ યોજી હતી.

 

પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા જાળવવા માટે શું તૈયારી કરવામાં આવી છે અને લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો.

 

જેમાં ડીસામાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પી.આઇ.ના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

 

જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયા, નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, બનાસકાંઠા જીલ્લા ભાજપ મહામંત્રી કૈલાશભાઇ વી. ગેલોત સહીત ભાજપ, કોંગ્રેસ, હીન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો,
હોદ્દેદારો, સેવાભાવી સંસ્થાઓ, પ્રતિનિધી મહીલાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે ડીસામાં ભગવાન જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ઉપસ્થિત સૌ આગેવાનોને અપિલ સાથે વિનંતી કરાઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!