ધાનેરામાં રેફરલ હોસ્પિટલે ફાયર એન.ઓ.સી. ન મેળવતાં નગરપાલિકા દ્વારા ઓટી સીલ કરાઇ

- Advertisement -
Share

 

ધાનેરામાં આવેલ રેફરલ હોસ્પિટલને ફાયર એન.ઓ.સી. ન મેળવવાના કારણે નગરપાલિકા દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી અને એન.ઓ.સી. મેળવી લેવા માટે તાકીદ કરાઇ હતી.

 

 

અને જો નિયમ પ્રમાણે એન.ઓ.સી. ન મેળવે તો નગરપાલિકા દ્વારા હોસ્પિટલ સીલ કરવાની ચિમકી આપી હતી. જ્યારે ગુરૂવારે નગરપાલિકા દ્વારા રેફરલ હોસ્પિટલમાં આવેલી ઓટી સીલ કરાઇ છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં આવેલ રેફરલ હોસ્પિટલને ફાયર એન.ઓ.સી. ન હોવાથી નગરપાલિકા દ્વારા અનેકવાર ફાયર એન.ઓ.સી. મેળવવા અનેકવાર સુચના અપાઇ હતી.

 

 

પરંતુ રેફરલ હોસ્પિટલ દ્વારા ફાયર એન.ઓ.સી. ન મેળવતાં 2 દિવસ અગાઉ નગરપાલિકા દ્વારા ધાનેરા રેફરલ હોસ્પિટલને ફાયર એન.ઓ.સી. મેળવવા માટે નોટીસ ફટકારી હતી અને ધાનેરા રેફરલ હોસ્પિટલને એન.ઓ.સી. મેળવવા તાકીદ કરાઇ હતી.

 

 

જ્યારે ધાનેરા રેફરલ હોસ્પિટલ દ્વારા તા. 10/03/2022 સુધી નિયમ મર્યાદામાં એન.ઓ.સી. ન મેળવે તો કલમ-26 (3) મુજબ હોસ્પિટલ સીલ કરવાની નગરપાલિકા દ્વારા ચિમકી ઉચ્ચારી છે.

 

 

ત્યારે ગુરૂવારે ધાનેરા રેફરલ હોસ્પિટલ દ્વારા એન.ઓ.સી. ન મેળવતાં નગરપાલિકા દ્વારા ધાનેરા રેફરલ હોસ્પિટલમાં આવેલી ઓટી સીલ કરાઇ હતી.

 

 

નગરપાલિકા દ્વારા નોટીસ આપવા છતાં ધાનેરા રેફરલ હોસ્પિટલના તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરતાં નગરપાલિકાએ ધાનેરા રેફરલ હોસ્પિટલમાં આવેલી ઓટીને સીલ માર્યું છે.

 

 

દરરોજની 500 કરતાં વધુ ઓ.પી.ડી. ધરાવતી હોસ્પિટલમાં નગરપાલિકા દ્વારા ઓટી સીલ કરતાં દર્દીઓને પરેશાન થવાની નોબત આવશે.

 

 

હવે જોવાનું એ રહ્યું કે, ‘ધાનેરા રેફરલ હોસ્પિટલ દ્વારા દર્દીઓના હીતમાં કોઇ નિર્ણય લઇ એન.ઓ.સી. મેળવે છે કે, કેમ એ તો આવનારો સમય બતાવશે.

 

પરંતુ નગરપાલિકા દ્વારા રેફરલ હોસ્પિટલમાં ઓટીને સીલ મારી કાર્યવાહી કરતાં અન્ય ફાયર એન.ઓ.સી. વગરની હોટલો અને મોટી બિલ્ડીંગ ધરાવતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

 

જ્યારે નગરપાલિકા દ્વારા થોડા દિવસોમાં ફાયર એન.ઓ.સી. વિનાની હોટલો અને મોટી બિલ્ડીંગો સામે પણ કાર્યવાહી કરશે.’

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!