ડીસામાં 2 આખલાના યુદ્વ વચ્ચે વીજ થાંભલો ઝપેટમાં આવતાં ધરાશાયી : લોકોમાં દોડધામ

- Advertisement -
Share

 

ડીસામાં રખડતાં ઢોરોના ત્રાસ વચ્ચે લોકો ત્રાહીમામ્‌ પોકારી ઉઠયા છે. ત્યારે શનિવારે ડીસાના હવાઇ પિલ્લર મેદાનમાં 2 આખલાઓ વચ્ચે ભારે યુદ્ધ ખેલાયું હતું.

 

 

 

જેમાં સર્જાયેલા આખલા વચ્ચે યુદ્ધમાં વીજ થાંભલો ઝપેટમાં આવતાં ચાલુ વીજ થાંભલો ધરાશાયી થયો હતો. વીજ થાંભલો ધરાશાયી થતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ડીસામાં કોઇ મોટી સમસ્યા હોય તો તે છે. રખડતાં ઢોરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી ડીસામાં રખડતાં ઢોરોનો ત્રાસ ખૂબ જ જોવા મળી રહ્યો છે.

 

 

જેના કારણે અનેક લોકો રખડતાં ઢોરના કારણે મોતને ભેટ્યા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. રખડતાં ઢોરને નિયંત્રણ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર સ્થાનિક તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે.

 

 

 

પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા એક પણ રખડતાં ઢોરને દૂર કરવામાં આવ્યું નથી. રખડતાં ઢોરને તંત્ર દ્વારા દૂર ન કરતાં ડીસાના લોકોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે.

 

 

ત્યારે શનિવારે ડીસાના હવાઇ પિલ્લર મેદાન નજીક 2 આખલાઓ વચ્ચે ભારે યુદ્ધ ખેલાયું હતું. જેમાં 2 આખલાઓએ ચાલુ વીજ થાંભલાને ઝપેટમાં લેતાં વીજ થાંભલો તૂટી અને ધરાશાયી થયો હતો.

 

વીજ થાંભલો ધરાશાયી થતાં લોકોમાં અફડા-તફડી મચી ગઇ હતી અને તાત્કાલીક સ્થાનિક લોકો દ્વારા યુ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને જાણ કરતાં યુ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 

વીજ પુરવઠો બંધ કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ડીસામાં તંત્ર દ્વારા રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવા ક્યારે પગલાં લેવાશે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!