થરાદ, વાવ અને સૂઇગામના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા કોંગ્રેસના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

- Advertisement -
Share

વાવણીને લઇને ખેડૂતોની ચિંતા વધી : પેટ્રોલ પંપ ઉપર છેલ્લા એક સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી પેટ્રોલ અને ડીઝલની અછત ઉભી થઇ છે.

 

થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પેટ્રોલ પંપ ઉપર ડીઝલ અને પેટ્રોલનો પુરવઠો અનિયમિત આવવા બાબતે પત્ર લખી રજૂઆત કરી છે.
જેમાં થરાદ, વાવ અને સૂઇગામ પેટ્રોલ પંપ ઉપર છેલ્લા એક સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી પેટ્રોલ અને ડીઝલની અછત ઉભી થઇ છે. જેને લઇ થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

બનાસકાંઠા સહીત ગુજરાતના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઇ રહી છે. ગુરુવારે થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે થરાદ, વાવ અને સૂઇગામના પેટ્રોલ પંપ ઉપર છેલ્લા
એક સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી પેટ્રોલ અને ડીઝલની અછત ઉભી થઇ છે.

 

અહીં આ વિસ્તારના મોટાભાગના લોકો ખેતી કામ સાથે જોડાયેલા હોય તેમને ડીઝલની ખૂબ જરૂરીયાત રહેતી હોય છે.

 

અત્યારે એક જ બાજુ ચોમાસુ સીઝન શરૂ થવાની જઇ રહ્યું છે. ત્યારે બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઇ રહી છે.

 

ત્યારે આકાશમાં મેઘરાજા મંડાણ થયેલા હોય ખેડૂતોના સમયસર ડીઝલનો પુરવઠો નહીં મળે તો ટ્રેક્ટર સહીત ખેતીના બધા સાધનો ઠપ્પ થઈ જશે.

 

ડીઝલ નહીં મળે તો ખેડૂતો ખેતર ખેડીને સમયસર વાવણી ન કરી શકે તો ચોમાસુ પાક નિષ્ફળ જવાના ભય સતાવી રહ્યો છે તેવી રજૂઆત કરી છે.

 

આ અંગે પેટ્રોલ પંપ ડીલરની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, ‘2-3 ગાડીઓનું પેમેન્ટ એડવાન્સમાં જમા કરાવેલું હોવા છતાં કંપની તરફથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સમયસર મળતો નથી.
અત્યારે આ વિસ્તારના મોટાભાગના પેટ્રોલ પંપ બંધ હાલતમાં છે. HPCL અને BPCL કંપની તરફથી વાયા જાણવા મળ્યું છે કે, માલની શોર્ટ સપ્લાય ઉપરથી જ છે. જ્યારે પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે ત્યારે રેગ્યુલર આપવામાં આવશે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!