ડીસાના ધનાવાડામાં સગીરાનું અપહરણ કરતાં ચકચાર

- Advertisement -
Share

ગોગ મહારાજની પાંચમ ભરવા ગયેલી 3 બહેનોમાંથી એકને નરાધમ ગાડીમાં બેસાડી લઇ ગયો

ડીસા તાલુકાના ધનાવાડા ગામમાં લગ્નના ઇરાદે લલચાવી-ફોસલાવી 16 વર્ષિય સગીરાનું અપહરણ કરતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે સગીરાની માતાએ ડીસા તાલુકા પોલીસ મથકે અપહરણ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ધનાવાડા ગામમાં રહેતાં અને ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની 16 વર્ષિય સગીરાનું અપહરણ કરતાં ચક્ચાર મચી ગઇ છે.

 

જેમાં આ પરિવારની 3 બહેનો નાગફણા ગામમાં ગોગ મહારાજની પાંચમ ભરવા ગઇ હતી અને ત્યાંથી પરત આવી રહી હતી.

 

તે સમયે ધનાવાડા ગામમાં રહેતો સુરેશ સોલંકી નામનો યુવક એક બહેનને ઇકો ગાડીમાં બેસાડી ભગાડી ગયો હતો. અન્ય 2 બહેનોએ ઘરે આવી પરિવારને આ બનાવ અંગે જાણ કરતાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી.

 

પરંતુ 2 દિવસ સુધી કોઇ જ માહિતી ન મળતાં આખરે સગીરાની માતાએ ડીસા તાલુકા પોલીસ મથકે અપહરણ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!