ડીસામાં રિલાયન્સ પેટ્રોલ પંપની સામે ટ્રેલર આગળ આખલો આવી જતા ટ્રેલર રોડ પર પલટાતા અકસ્માત સર્જાયો

Share

ડીસામાં હાઇવે પર તેમજ શહેરી માર્ગો પર રખડતાં ઢોરોના ત્રાસના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે ત્યારે ગત મોડીરાત્રે ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપની સામે ચોખા ભરેલા ટ્રેલરની આગળ અચાનક આખલો આવી જતા ટ્રેલર રોડ પર પલટી ખાધું હતું. જેમાં ટ્રેલરચાલકને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોના ત્રાસના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે તો રખડતા ઢોરોના ત્રાસના કારણે અકસ્માતમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ગત મોડીરાત્રે ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ સામે યુપીથી ચોખા ભરેલું ટ્રેલર કચ્છ બાજુ જઈ રહ્યું હતું. તે દરમિયાન રિલાયન્સ પેટ્રોલ પંપની સામે અચાનક ટ્રેલર આગળ આખલો આવી જતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં ટ્રેલરના ચાલકે આખલાને બચાવવા જતા ચોખા ભરેલું ટ્રેલર હાઈવે રોડ પર પલટી ખાઈ ગયું હતું જેમાં ટ્રેલરના ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો હતો અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તેમજ રોડ પર ટ્રેલર પલટી ખાતા ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

From – Banaskantha Update


Share