સોમનાથ દર્શનાર્થે જઇ રહેલા નવસારીના પરિવારને કેશોદ નજીક કાર પલ્ટી જતાં પિતા-પુત્ર સહીત ત્રણના મોત

Share

 

સોમનાથ દર્શનાર્થે જઇ રહેલા નવસારીના પરિવારને કેશોદના મંગલપુર પાટીયા નજીક અકસ્માત નડયો છે. આ ગોઝારા અકસ્માતમાં ઇનોવા કાર પલ્ટી જતાં પિતા-પુત્ર સહીત કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે જૂનાગઢ રીફર કરાયા છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફીકજામ થયો હતો.

[google_ad]

 

 

આ બનાવની વિગત એવી છે કે, જૂનાગઢ જીલ્લાના કેશોદ શહેર નજીક મંગલપુર બાયપાસ ચોકડીએ સોમનાથ દર્શન કરવા આવી રહેલા નવસારીના પરિવારની ઇનોવા કાર પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ડ્રાઇવર સહીત સાત લોકો પૈકી ડ્રાઇવર અને પિતા-પુત્રના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

[google_ad]

 

 

જ્યારે ઇજાગ્રસ્ત ચાર લોકોને સારવાર અર્થે જૂનાગઢ રીફર કરાયા છે. આ અકસ્માતની ઘટનામાં બાયપાસ ચોકડી પરના દુકાનદારો અને રાહદારીઓએ દોડી આવી ઇજાગ્રસ્તોને અકસ્માતગ્રસ્ત કારમાંથી બહાર કાઢ્યા હતા. નવસારીનો પરિવાર ઇનોવા કારમાં સૌરાષ્ટ્રના યાત્રાધામોના દર્શનાર્થે ફરવા નીકળ્યો હતો.

[google_ad]

 

 

શનિવારે આ પરિવાર સૌરાષ્ટ્રના યાત્રાધામોના દર્શન કરી બપોરના સમયે સોમનાથ મહાદેવના દર્શન કરવા અર્થે વેરાવળ તરફ આવી રહ્યો હતો. ત્યારે ત્રણેક વાગ્યા આજુબાજુ આ પરિવારની ઇનોવા કાર જૂનાગઢ જીલ્લાના કેશોદ શહેરના મંગલપુર બાયપાસ ચોકડીએ પહોંચતાં જ કારના ડ્રાઇવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.

[google_ad]

 

 

જેના લીધે ઇનોવા કાર પલ્ટી મારી જતાં જેમાં સવાર ડ્રાઇવર અને પિતા-પુત્રના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. જ્યારે બાકીના પરિવારના ચાર સભ્યોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં બાયપાસ ચોકડીએ દુકાનો ધરાવતા દુકાનદારો-રાહદારીઓ દોડી આવી ઇનોવામાં રહેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢવા મદદે લાગ્યા હતા.

[google_ad]

 

 

જ્યારે 108 વાનને જાણ કરતા તુરંત એમ્બ્યુલન્સ 108 વાન અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્તોને પ્રથમ કેશોદ સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવેલા જ્યાં પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્ગે જૂનાગઢ રીફર કરાયા હતા.

[google_ad]

 

 

[google_ad]

 

 

[google_ad]

 

 

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share