ડીસામાં દેવી-દેવતાઓની તસ્વીર વાળા ફટાકડા ન વેચવા માટે મામલતદારને આવેદનપત્ર અપાયું

Share

ડીસામાં હિંદુ યુવા વાહીની ગુજરાત પ્રદેશ દ્વારા ડીસામાં દેવી દેવતાઓના તસ્વીર વાળા ફટાકડા ન વેચવા માટે શનિવારે મામલતદારને આવેદનપત્ર અપાયું હતું.

[google_ad]

હાલમાં હિંદુ ધર્મનો સૌથી મોટો પર્વ દિવાળી પર્વ આવી રહ્યો છે. ત્યારે આ સમયે લોકો દિવાળીના પર્વ નિમિત્તે ઉત્સાહ સાથે ઉજવણી કરતાં હોય છે. દિવાળીના પર્વ નિમિત્તે લોકો સૌથી વધુ બજારોમાં ફટાકડાની ખરીદી કરતાં હોય છે. વેપારીઓ પણ લોકો ફટાકડામાં આકર્ષાય તે માટે અલગ અલગ પ્રકારના ફટાકડાઓની ખરીદી કરતાં હોય છે.

[google_ad]

ત્યારે હાલ બજારોમાં સૌથી વધુ દેવી-દેવતાઓ વાળા ફટાકડા વેપારીઓ વેચી રહ્યા છે. જેના કારણે હિંદુ ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે. ત્યારે દિવાળી દરમિયાન બજારોમાંથી હિંદુ ધર્મના દેવી દેવતાઓના તસ્વીર વાળા ફટાકડા જેવા કે લક્ષ્મી બોમ, હનુમાન બોમ્બ અને બીજા અન્ય દેવી દેવતાઓના તસ્વીર વાળા ફટાકડા બજારમાં વેચાય છે.

[google_ad]

જે હિંદુ ધર્મના વ્યક્તિઓનું અને હિંદુ ધર્મના લોકોની લાગણીઓને દુભાવવાનો ષડયંત્ર ચાલે છે. ત્યારે ડીસાની બજારોમાં જે પણ વેપારીઓ આવા દેવી દેવતાઓ વાળા ફટાકડા વહેંચી રહ્યા છે. તેમની સામે અધિકારીઓ દ્વારા તાત્કાલીક ભારતીય કાયદાની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તે માટે શનિવારે હિંદુ યુવા વાહીની ગુજરાત પ્રદેશ દ્વારા ડીસા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

From – Banaskantha Update


Share