દિયોદરનું વીજ આંદોલન ઉગ્ર : પાંચમાં દિને વીજમાંગ સાથે મહિલાઓએ દાતરડા લઇ સબ સ્ટેસનનો ઘેરાવ કર્યો

- Advertisement -
Share

વીજ પુરવઠાની માંગણીને લઇ દિયોદરના વખા 220 કેવી સબ સ્ટેશન ખાતે દિવસે-દિવસે આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. જેમાં રવિવારે આંદોલનના પાંચમાં દિવસે પશુપાલન મહિલાઓ પણ આગળ આવી હતી અને વીજ સબ સ્ટેશનનો ઘેરાવ કરી પૂરતી વીજળી આપવાની માંગ કરી હતી. આક્રમક બનેલી મહિલાઓએ કહ્યું કે વીજળી આપો… અમને દાંતરડાથી વાઢતા આવડે તો કાપતાં પણ આવડે છે.

દિયોદર અને કાંકરેજ તાલુકાના અનેક વિસ્તારના ખેડૂતો પૂરતી 8 કલાકની વીજળી આપવાની માંગને લઈ છેલ્લા 5 દિવસથી ધરણાં પર બેઠા છે. જેમાં દિવસેને દિવસે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનવા જઇ રહ્યું છે. જેમાં રવિવારે પશુપાલન મહિલાઓ પણ દાંતરડા લઈ આંદોલનના સમર્થનમાં જોડાઇ હતી.

મોટાભાગની મહિલાઓ ટ્રેકટર લઈને પહોંચી હતી અને વીજ સબ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. જેમાં મહિલાઓએ જણા‌વ્યું હતું કે ‘અમને દાંતરડાથી વાઢતા આવડે છે તો કાપતાં પણ આવડે છે. જેમાં અમારી રજુઆત સરકાર નહીં સાંભળે તો ગાંધીનગર સુધી આંદોલન ચાલુ રાખીશું.’ જોકે, પોલીસે મામલો શાંત પાડ્યો હતો. જેમાં મહિલાઓ સભા મંડપમાં સ્થાન લઇ સરકાર પાસે પૂરતી 8 કલાક વીજળીની માંગ કરી હતી. આ આંદોલનમાં સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, કિસાન નેતા પાલ આંબલીયા અને અમરાભાઈ ચૌધરી પણ જોડાયા હતા.

છેલ્લા 5 દિવસથી ખેડૂતો વીજળી માટે બેઠા છે. સરકાર ખેડૂતોની વેદના સાંભળતી નથી. જો સરકાર રાત સુધી 8 કલાક વીજળી આપવાની જાહેરાત નહીં કરે તો સોમવારે ધારાસભ્યો ગાંધીનગર રેલી કાઢી દેખાવ કરીશું. : શિવાભાઈ ભુરિયા (દિયોદર કોંગી ધારાસભ્ય)

દિયોદર તાલુકામાંથી ખેડૂત યુવાનો પણ ધરણાંને સમર્થન આપવા બાઇકો લઈ પહોંચ્યા હતા. જેમાં દિયોદરથી એક સાથે 200 બાઇકોની રેલી વખા સબ સ્ટેશન પહોંચી હતી અને ‘જય જવાન જય કિસાન’ ના નારા વચ્ચે ખેડૂતોને સમર્થન આપ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!