થરાદમાં વિદેશી દારૂ ભરેલી કારનો પોલીસે પીછો કરતા ગાડી પલટી ખાઈ જતા એક શખ્સ ઝડપાયો

- Advertisement -
Share

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે એક દારૂ ભરેલ સ્વીફ્ટ કાર સિધોતરા ગામથી લાખણી તરફથી જનાર છે. જેથી દેતાલ-દરબારી ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી કરતાં સ્વીફ્ટ કાર આવતાં જેને રોકાવવા ઇશારો કરતાં સ્વીફ્ટ કારના ચાલકે કાર લાલપુર ગામ તરફ ભગાડતાં દારૂ ભરેલ કાર લાલપુર સીમમાં ડોડીયા-લાલપુર રોડ ઉપર પલ્ટી ખાઇ ગઇ હતી.

જેમાં વિદેશી દારૂની કાચની બોટલો અને બિયર ટીન મળી કુલ બોટલ/ટીન બોટલ નંગ-1252, સ્વીફ્ટ કાર તથા અન્ય મુદ્દામાલ કિંમત રૂ.6,400 મળી કુલ કિંમત રૂ.3,18,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં સ્વીફ્ટ કારનો ચાલક ઝડપાઇ ગયો હતો. આ અંગે થરાદ પોલીસે 3 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ જે.આર.મોથલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી થરાદ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને થરાદ પોલીસ ઇન્સ્પેકટર જે.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન બાતમીના આધારે એક દારૂ ભરેલ સ્વીફ્ટ કાર સિધોતરા ગામથી લાખણી તરફથી જનાર છે. જેથી દેતાલ-દરબારી ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી કરતાં કાર આવતાં જેને રોકાવવા ઇશારો કરતાં સ્વીફ્ટ કારના ચાલકે ગાડી લાલપુર ગામ તરફ ભગાડતાં દારૂ ભરેલ ગાડી લાલપુર સીમમાં ડોડીયા-લાલપુર રોડ ઉપર પલ્ટી ખાઇ ગઇ હતી.

જેથી સ્વીફ્ટ કાર નં. GJ-02-AP-1679 જેમાં ચાલક સંજયકુમાર સ/ઓ જયરામ ચોખારામ વિશ્નોઇ (કાંવા) (રહે. સાંતરૂ, તા. રાનીવાડા, જીલ્લો-જાલોર-રાજસ્થાન) વાળો ઝડપાઇ ગયો હતો અને દારૂ ભરાવનાર સુરેશકુમાર વિશ્નોઇ અને દારૂ મંગાવનાર ભરતસિંહ (રહે. થરા, તા. કાંકરેજ) વાળાએ એકબીજાના મેળાપીપણામાં વિદેશી દારૂની કાચની બોટલો અને બિયર ટીન મળી કુલ બોટલ/ટીન બોટલ નંગ-1252 કિંમત રૂ.1,11,600 ગાડીની કિંમત રૂ.2,00,000 તથા અન્ય મુદ્દામાલ કિંમત રૂ.6,400 મળી કુલ કિંમત રૂ.3,18,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે થરાદ પોલીસે 3 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!