ડીસામાં એકસિલન્સી હોટલ પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા ગાડી જાળી તોડી ઘુસી જતા અકસ્માત સર્જાયો

- Advertisement -
Share

ડીસાની એકશીલેન્સી હોટલ પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માત સર્જાતા ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરાવ્યું હતું.

 

ડીસાની એકસીલેન્સી હોટલ પાસે મંગલવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી દિનપ્રતિદિન અકસ્માતોની ઘટનામાં સતત વઘારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાહનચાલકોના ગફલતભરી ડ્રાઈવિંગ કારણે અકસ્માતો સર્જાતા હોય તેમ રોજબરોજ બહાર આવતું હોય છે.

ત્યારે ડીસામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં 27 પર આવેલ એકસિલન્સી હોટલ પાસે સર્વિસ રોડ પર એક સ્વિફ્ટ કાર ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જોકે, અકસ્માતના પગલે કોઈ જાનહાનિ ન થતાં વાહનચાલકો અને રાહદારીઓએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ સ્વિફ્ટ કાર ચાલક દ્વારા કાબુ ગુમાવતા નેશનલ હાઇવે ઓથોરિટીની પ્રોટેક્શન જાળી તોડી કાર રોડની બીજી તરફ ધુસી જતાં કાર ચાલકને નાની મોટી ઈજાઓ સાથે નેશનલ હાઇવે ઓથોરિટીની પ્રોટેક્શન જાળી તોડી પાડવામાં આવતા નુકશાન થયું હતું.

આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં અને ઘટના સ્થળે વાહનચાલકોનું ટ્રાફિક જામ થઇ જવા પામ્યું હતું જે બાદ ડીસા દક્ષિણ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને દૂર કરાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!