ડીસાના શ્રીનગર સોસાયટીમાં યુવકે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

- Advertisement -
Share

ડીસાના શ્રીનગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકે ઘરમાં ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ડીસા દક્ષીણ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

[google_ad]

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ખાતે આવેલ શ્રીનગર સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતા સેરસિંગ લલુપાલ બધેલ ઉંમર 18 વર્ષ મૂળ રહે. ધનૌરાકાલા જાલોન યુ.પીનો રહેવાસી હાલ ડીસાના શ્રીનગર ખાતે રહેતા અને કલરનું કામ કરતા યુવકે ઘરમાં અગમ્યકારોણસર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

[google_ad]

 

Advt

ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલીક ડીસા દક્ષિણ પોલીસ મથકે જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકની લાશને ડીસા સિવિલમાં પી.એમ અર્થે ખસેડાઇ વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!