ડીસાના આપના કાર્યકરોએ પાર્કીંગ લોટ અને ગેરકાયદેસર દબાણો ખૂલ્લા કરાવવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

ડીસામાં નગરપાલિકા અને વહીવટી તંત્રની મિલી ભગતના કારણે ગેરકાયદેસર રીતે પાર્કીંગ અને અન્ય ફેસીલીટી વગરના તેમજ મળેલ મંજૂરીથી વિરૂધ્ધના શોપિંગ સેન્ટર બનાવી દબાણો કર્યા છે. જ્યારે ઘણી સંસ્થાઓએ પાર્કીંગને માત્ર પોતાના સ્ટાફ પૂરતા મર્યાદીત રાખીને પાર્કીંગ બંધ રાખતાં હોઇ લોકોને પાર્કીંગ વ્યવસ્થા ન મળતાં ન છૂટકે જે તે સંસ્થાની બહાર પોતાનું વાહન મૂકવાની ફરજ પડતી હોય છે. જેના કારણે ટ્રાફીક સર્જાતા ટોઇંગવાળાઓ સદર લોકોના વાહનો ઉપાડી જતાં મસમોટા દંડ ભરવાની ફરજ પડતી હોય છે. જેથી કંટાળેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાર્કીંગ લોટ અને ગેરકાયદેસર દબાણો ખૂલ્લા કરાવવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

 

 

 

ડીસા શહેર વેપારી મથકનું સેન્ટર આવેલું છે. જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો આવતાં હોય છે. ત્યારે ડીસામાં નગરપાલિકા અને વહીવટી તંત્રની મિલી ભગતના કારણે ગેરકાયદેસર રીતે પાર્કીંગ તેમજ અન્ય ફેસીલીટી વગરના તેમજ મળેલ મંજૂરીથી વિરૂધ્ધના સ્ટેટ બેંક ફૂવારા બ્રાન્ચ, સ્પોર્ટસ ક્લબ સામે આવેલ એલ.આઇ.સી, શિવાલીકા શોપિંગ સેન્ટર અને બગીચા સામે આવેલ જૂની સરદાર પટેલ સ્કૂલવાળુ શોપિંગ સેન્ટરો બનાવી દબાણો આચર્યાં છે. તેમજ ઘણી સંસ્થાઓએ પાર્કીંગને માત્ર પોતાના સ્ટાફ પૂરતા મર્યાદીત રાખીને પાર્કીંગ બંધ રાખતાં હોઇ લોકોને પાર્કીંગ વ્યવસ્થા ન મળતાં ન છૂટકે જે તે સંસ્થાની બહાર પોતાનું વાહન મૂકવાની ફરજ પડતી હોય છે. જેના કારણે ટ્રાફીક સર્જાતા ટોઇંગવાળાઓ સદર લોકોના વાહનો ઉપાડી જતાં મસમોટા દંડ ભરવાની ફરજ પડતી હોય છે.

 

 

 

 

 

હાલમાં કોરોના મહામારી અને લોકડાઉનમાં લોકોને પડતાં પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જેથી લોકોને જો પાર્કીંગ લોટનો વિકલ્પ આપવામાં આવે અને તેમાં પાર્ક ન કરે તો દંડ ભરવો પડે તે યોગ્ય છે. પરંતુ તેમને મળવાપાત્ર પાર્કીંગ જ ન મળે અને ઉપરથી દંડ ભરવો પડે તે કેટલે અંશે યોગ્ય છે. જેથી કંટાળેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાર્કીંગ લોટ અને ગેરકાયદેસર દબાણો ખૂલ્લા કરાવવા નાયબ કલેક્ટર હીરેનભાઇ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. આ અંગે ગેરકાયદેસર દબાણદારો સામે અને પાર્કીંગ લોટ બંધ કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તેમજ કાયદેસર કાર્યવાહી કરવા બંધાયેલા હોવા છતાં કાર્યલોપ કરનાર સંસ્થા સામે પણ કડક કાર્યવાહી કરી ટ્રાફીક સમસ્યાનું નિવારણ કરવા વિનંતી કરાઇ છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!