થરાદમાં એસ.બી.આઇ. ના આસીસ્ટન્ટ મેનેજરે રૂ. 2.85 કરોડની ઉચાપત કરતાં ખળભળાટ

Share

 

થરાદની એસ.બી.આઇ.ના આસીસ્ટન્ટ મેનેજરે ખેડૂતોના પાક ધિરાણ નામે ઉપરી અધિકારીની મંજૂરી પોતાની સત્તાથી વધારે લોન મંજૂર કરી ખેડૂતોને નહી આપી ખેડૂતોના ફોર્મ અને વાઉચરોમાં ખોટી સહીઓ કરી બેંકમાંથી રૂ. 2.85 કરોડનું કૌભાંડ આચર્યું હતું. જે ઓડીટ દરમિયાન બેંકની હેડ ઓફીસના ધ્યાનમાં આવતાં તેની સામે રૂ. 1,30,49,665 ની ઉચાપતનો ગુનો નોંધાયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, થરાદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં ફીલ્ડ ઓફીસર એગ્રીકલ્ચર આસીસ્ટન્ટ મેનેજર તરીકે ગિરીશ મણીલાલ પ્રજાપતિ (રહે.મહેસાણા) તા. 29 ઓક્ટોબર-2018 થી તા. 26 માર્ચ-2021 દરમિયાન ફરજ બજાવતા હતા.

 

તેમને ફરજ દરમિયાન એગ્રીકલ્ચરને લગતી લોન કરવાની અને ખેડૂતોને લોન ચૂકવવાની કામગીરી કરવાની હતી. તે દરમિયાન તેણે ગ્રાહકની તેની સત્તાથી વધારે લોન મંજૂર કરવાની થાય તો ઉપરી અધિકારીની મંજૂરી લેવાની થતી હોવા છતાં તેણે કોઇ પણ ઉપરી અધિકારીની મંજૂરી લીધી ન હતી.

 

અને વગર મંજૂરીએ ખેડૂતોની લોન મંજૂર કરી ખેડૂતોના લોનના ફોર્મ મંજૂર કરી ખેડૂતોની લોન મંજૂર કરી ખેડૂતોના ફોર્મ અને વાઉચરોમાં ખેડૂતોની ખોટી સહીઓ કરી તેના આર્થિક લાભ ખેડૂતોના એકાઉન્ટમાંથી વધુ લોનની રકમ મંજૂર કરી હતી અને ખેડૂતોને લોનની ઓછી રકમ આપી હતી.

 

જ્યારે જે ખેડતોને વધુ લોનની જરૂરીયાત હોય તેને વધુ લોન મંજૂર થઇ શકે તેમ ન હોય તેવા ખેડૂતોને વધુ લોનની રકમ આપી હતી. જે વધુ લોનની રકમ આપી તેના વ્યાજની રકમનો તેણે તેનો આર્થિક લાભ મેળવ્યો હતો.

 

પોતાની ફરજના કાર્યકાળ દરમિયાન તેણે રૂ. 2,85,88,997 ની રકમની ઉચાપત કરી હતી. આ બનાવ અંગે સહાયક જનરલ મેનેજર ઘનશ્યામ ભક્તિરામ સોલંકી (રહે.બી-32 અક્ષતમ સોસાયટી, પાલનપુર) ની ફરિયાદના આધારે

 

થરાદ પોલીસે ગિરીશભાઇ પ્રજાપતિ સામે ભ્રષ્ટાચાર અટકાવવાનો અધિનિયમ-13 (1) (સી) ની આઇ.પી.સી. કલમ-409,420,465,467 અને 471 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને બેંક વર્તુળમાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો.

 

આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ગિરીશભાઇ પ્રજાપતિએ 143 ખાતામાંથી રૂ. 2,85,88,997 ની ઉચાપત કરી હતી. જે પૈકી બેંકની ઉચ્ચ ઓફીસ દ્વારા તપાસ હાથ ધરાતાં તેની પાસેથી રૂ. 1,55,39,232 ની રીકવરી પણ થવા પામી હતી. જે હંગામી ઉચાપતને બાદ કરતાં અત્યારે તેણે રૂ. 1,30,49,665 ની ઉચાપત કરી બેંકને નુકશાન કર્યું હતું.

 

પાક ધિરાણ નામે બેંકના એક જવાબદાર કર્મચારી દ્વારા મોટું કૌભાંડ આચર્યું હતું. જે બેંકની હેડ ઓફીસના ધ્યાનમાં આવતાં તેને તાત્કાલીક અસરથી કર્મચારીને સસ્પેન્ડ કરાયો હતો. જ્યારે બેંકના તમામ સ્ટાફની બદલી કરી દેવામાં આવી હતી અને તેમની જગ્યાએ મેનેજર અને ક્લાર્ક સહીત 10 જેટલાં નવા સ્ટાફની નિમણૂંક પણ કરાઇ હતી.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share