બનાસકાંઠામાં લમ્પી વાયરસ વકરતાં પ્રભારી સચિવની બેઠક યોજાઇ : રસીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ કર્યો

- Advertisement -
Share

પ્રભારી સચિવે લમ્પી સ્કીન ડીસીઝની પરિસ્થિતિનો તાગ મેળવવા કલેક્ટર સાથે બેઠક કરી

 

બનાસકાંઠા જીલ્લામાં સરહદી પંથકના 9 તાલુકાઓમાં લમ્પી વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. 300 નજીક પશુમાં લમ્પી વાયરસની અસર જોવા મળી રહી છે.

જેની અટકાયત માટે રાજ્ય સરકાર સતર્ક રહી પગલાં ભરી રહી છે. બનાસકાંઠા જીલ્લાના પશુધનમાં ફેલાયેલા આ રોગ અને તેની પરિસ્થિતિની માહિતી બુધવારે બનાસકાંઠાના પ્રભારી સચિવ વિજય નેહરાએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી મેળવી હતી.

બેઠકમાં જીલ્લા કલેકટર આનંદ પટેલ અને જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ પ્રભારી સચિવને વર્તમાન સ્થિતિથી વાકેફ કરીને જીલ્લા વહીવટી તંત્રએ કરેલ કામગીરી જણાવી હતી.

સચિવ વિજય નેહરાએ બનાસકાંઠા જીલ્લાના વધુ અસરગ્રસ્ત તાલુકાઓ, જેમાં થયેલ કામગીરી અને પશુઓમાં આ રોગ થતો અટકાવવા માટે રસીકરણ અને તેના માટે ઉપલબ્ધ ટીમ, પાંજરાપોળ અને
ગૌશાળામાં વધુ પશુધનની સ્થિતિ વગેરે વિશે તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેઓએ જીલ્લામાં પશુઓના રસીકરણની કામગીરી યોગ્ય આયોજન કરીને ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!