ધાનેરામાં કાળા મરીના સેમ્પલ લેવાયા: ત્રણ પેઢીમાંથી લેવાયેલા સેમ્પલ ફેલ, પેટ્રોલિયમ કેમિકલનો ઉપયોગ કરાતો હતો

- Advertisement -
Share

જગાણાની ઓનેસ્ટ એગ્રોમાં ફ્રેસ આટાના પેકિંગમાં બેસ્ટ બીફોર નહીં દર્શાવતાં સેમ્પલ મીસબ્રાન્ડ, અંબાજીમાંથી ટોસના પેકિંગમાં લેબલ યોગ્ય ન હોવાથી સેમ્પલ મીસબ્રાન્ડ

પાલનપુર ફૂડ વિભાગે થોડા દિવસો અગાઉ જુદા જુદા એકમો પરથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ પરીક્ષણ અર્થે લીધા હતા જે એફએસએલમાં મોકલ્યા બાદ પરિણામ આવ્યા છે જેમાં કાળામરીમાં પેટ્રોલિયમ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યા હોવાનું સેમ્પલમાં ખુલ્યું છે. આ ઉપરાંત પાપડ આટા અને ટોસના પેકિંગમાં ક્ષતિઓ સામે આવી છે.

પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગની ટીમે ધાનેરાની જુદી-જુદી ત્રણ પેઢીઓમાં કાળા મરીના સેમ્પલ લીધા હતા. જે તમામ સેમ્પલ આરોગ્ય માટે નુકસાનકારક નીકળ્યા છે.ચોંકાવનારી બાબત એ છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ તરીકે જે મિનરલ ઓઇલનો યુઝ થાય છે તેનો ઉપયોગ આ કાળા મરીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાળી ચળકાટ વાળી કાળામરી જોઈને ગ્રાહકો લલચાઈ જતા હોય છે.

 

 

ફૂડ સેફટી ઓફિસર ડીજી ગામીતે જણાવ્યું કે 6 ઓક્ટોબરેએ ધાનેરાની 3 પેઢીમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા જેને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવતા તે સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર કરાયા છે. આ ઉપરાંત જગાણાની ઓનેસ્ટ એગ્રોમાં ફ્રેસ આટાના પેકિંગમાં લાયસન્સ નંબર અને બેસ્ટ બીફોર લખેલું નહતું જ્યારે અંબાજીમાંથી ટોસના પેકિંગમાં લેબલ યોગ્ય નહોતું અને પાલનપુરના ઓશિયા મોલમાં પેકિંગમાં વેચાતું પાપડ પર એક્સપાયરી ડેટ નહોતી. હવે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.

 

 

 

—– કઈ વેપારી પેઢીના સેમ્પલ પરીક્ષણમાં ફેલ —–

જીતેન્દ્ર શિવરામભાઈ પટેલ એવન્યુ સુપર માર્ટ ઓશિયા મોલ પાલનપુર – પાપડનું સેમ્પલ મિસ બ્રાન્ડ

દિનેશ માધાભાઈ પટેલ ઓનેસ્ટ એગ્રો એસ્બીપુરા પાટીયા જગાણા – ફાઇવસ્ટાર ચક્કી ફ્રેશ આટાનું સેમ્પલ મિસ બ્રાન્ડ

રાહુલ રાજેશભાઈ ઠક્કર દામજી સંત ટ્રેડર્સ ધાનેરા- કાળામરી લુઝ સેમ્પલ સબર સ્ટાન્ડર્ડ

દશરથભાઈ ઠક્કર મહેશ પ્રોવિઝન સ્ટોર ધાનેરા-કાળામરી લુજ સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ

કહેરાભાઈ રૂડાભાઈ પટેલ ભોલેનાથ ટ્રેડિંગ કંપની ધાનેરા-કાળામરી લુજ સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ

ચિરાગ અ.લાલવાણી ગજાનંદ સેલ્સ એજન્સી અંબાજી- ટોસ પેકિંગમાં સેમ્પલ મીસબ્રાન્ડ


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!