દિયોદરની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને એક-એક વર્ષની સાદી કેદ ફટકારવાનો હુકમ ફરમાવ્યો

- Advertisement -
Share

 

દિયોદર એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં શનિવારે ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો. જેમાં દિયોદરના ગાંગોલના શંકરભાઇ લાલજીભાઇ પટેલ અને તેમના ભાઇ શૈલેષભાઇ લાલજીભાઇ પટેલે ડીસાના જીતેન્દ્રભાઇ તલાભાઇ ગેલોતે નાણાંકીય લેવડને લઇ બંને ભાઇઓને ચેક આપ્યા હતા.

 

Advt *T&C apply

બનાસકાંઠા યોજના ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

 

પરંતુ મુદત પ્રમાણે આ ચેક બેંકમાં જીતેન્દ્રભાઇના ખાતામાં નાખતાં ચેકો રીટર્ન થયા હતા. જેને લઇ ગાંગોલના બંને ભાઇઓએ જીતેન્દ્રભાઇ ગેલોત સામે દિયોદર પોલીસ મથકે અલગ-અલગ ફરિયાદ નોંધાવી હતી.

 

આ કેસ સોમવારે દિયોદરની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદની વકીલ તરીકે વી.વી.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ આર.આર.મિસ્ત્રી દ્વારા ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ બે અલગ-અલગ કેસમાં આરોપી તરીકે જીતેન્દ્રભાઇ તલાભાઇ ગેલોત (રહે. ડીસા) ને ક્રિમીનલ એક્ટ 138 મુજબ એક-એક વર્ષની સાદી કેદ બે અલગ-અલગ કેસમાં ફરમાવી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!