ધાનેરામાં મહીલા પર દુષ્કર્મનો પ્રયાસ કરતાં ચકચાર

- Advertisement -
Share

6 સંતાનોની માતાએ શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

ધાનેરા તાલુકાના એક ગામમાં મહીલા રાયડાના ખેતરમાં ફૂવારા ચેક કરવા ગઇ હતી. ત્યારે એકલતાનો લાભ લઇ એક શખ્સે તેણીની ઉપર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇ મહીલાએ બૂમાબૂમ કરતાં શખ્સ ભાગી ગયો હતો.
આ બનાવને લઇ પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ અંગે તેણીએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના એક ગામમાં રહેતી 6 સંતાનોની માતા બપોરના સુમારે ખેતરમાં રાયડામાં ફૂવારા ચેક કરવા ગઇ હતી.
ત્યારે ધાનેરા તાલુકાના સોડાલ ગામનો દલપતભાઇ બાજુજી સોડાલાએ તેણીની ઉપર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. આથી મહીલા હેબતાઇ ગઇ હતી.
જોકે, મહીલાએ બૂમાબૂમ કરતાં શખ્સ નાસી છૂટ્યો હતો. આ અંગે તેણીએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!