ધાનેરા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ : ભૂરા પટેલ પૂન: વિજેતા

- Advertisement -
Share

બનાસકાંઠાના ધાનેરા માર્કેટયાર્ડમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. અગાઉ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભૂરા પટેલની વિકાસ પેનલનો વિજય થયો હતો. જ્યારે આ વખતે માર્કેટયાર્ડના ચેરમેન તરીકે વિકાસ પેનલના ભૂરા પટેલની સામે દજા પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ભૂરા પટેલને 15 મત મળતા તે ફરી સત્તારૂઢ થયા છે.

 

 

ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ગજા પટેલને માત્ર ચાર મત મળ્યા હતા, જ્યારે ભૂરા પટેલને 15 મત મળતા તે માર્કેટયાર્ડના ચેરમેન તરીકે ચૂંટાયા હતા. જ્યારે વાઇસ ચેરમેન તરીકે માનસિંહ વાઘેલાને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.

ધાનેરા માર્કેટયાર્ડમાં વર્તમાન ચેરમેનનો દબદબો યથાવત રહેતા તે ફરી સત્તારૂઢ થયા છે. નવનિયુક્ત ચેરમેન ભૂરા પટેલે ખેડૂતોના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ રહેવા જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!