પાલનપુર સિવિલમાં રેમડેસિવિર ઈન્જેક્શનને લઈ દર્દીઓના સગા અને પોલીસ વચ્ચે હોબાળાના દ્રશ્યો સર્જાયાં હતાં. પાલનપુર સિવિલમાંથી જિલ્લાની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર મેળવી રહેલા પોઝિટિવ દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન વિતરણ કરાય છે.
પરંતુ શનિવારે ઇન્જેક્શનનો સ્ટોક આવ્યો નહોતો અને દર્દીઓના સગા વહેલી સવારથી જ હોસ્પિટલમાં પહોંચી જતા હંગામો મચ્યો હતો. ભારે માંગ હોવા છતાં પણ શહેરની મુખ્ય સિવિલમાં સિવિલ સર્જન પાસે ઇન્જેક્શનનો સ્ટોક ન આવતા દર્દીઓના સગાઓએ સિવિલ સર્જન કચેરી બહાર જ દેકારો મચાવ્યો હતો.
પાલનપુર સિવિલમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે સવારે ચાર વાગ્યાથી રાહ જોઈ રહેલા દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો હતો. સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઉભેલા લોકોને સવારે 9:30 વાગે સિવિલ સ્ટાફએ ઇન્જેક્શનનો સ્ટોક ન આવ્યો હોવાની જાણ કરાતા જ દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ ભભૂક્યો હતો.
સિવિલ તંત્રને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સ્ટોક નથી તો ઇન્જેક્શન કેવી રીતે આપવા અને હવે જો સ્ટોક આવશે તો પણ દર્દીઓના સગાઓને નહિ પણ જે હોસ્પિટલમાં દર્દીઓ દાખલ હશે તેમની કન્ડીશન જોઈને જ હોસ્પિટલના સ્ટાફને જ ઈન્જેકસન આપવામાં આવશે.
ઇન્જેક્શન લેવા આવેલા દર્દીના સગાએ જણાવ્યું અમે વહેલી સવારથી ઇન્જેકશન મેળવવા ઉભા છીએ 3 દિવસથી ધક્કા ખાઈએ છીએ હજુ મળ્યા નથી. બીજી તરફ જીવ બચાવવા જીવ બચાવવા તેમનાજ વાહનમાં ઓક્સિજન બોટલ ચઢાવી જરૂરી સારવાર આપી જીવ બચાવી લેવાયા છે.

જીવ બચાવવા તેમના જ વાહનમાં ઓક્સિજન બોટલ ચઢાવી જરૂરી સારવાર આપી જીવ બચાવી લેવાયા છે. ઉપરાંત પાલનપુર સિવિલમાં કોરોનાનું ભયાવહ દ્રશ્ય રુવાટા ઉભી કરી રહ્યું છે. કોવિડ વોર્ડના સતત બીપ બીપની અવાજોથી દર્દીઓના શ્વાસ ઊંચા નીચા થઈ રહ્યા છે.
ઓક્સિજન માટે વેઇટિંગમાં રહેવું પડે છે તેવી સ્થિતિ વચ્ચે સ્ટાફ કામ કરી રહ્યો છે. પાછલા 24 કલાકમાં પાલનપુરની સિવિલમાં અત્યંત ગંભીર રીતે સંક્રમિત 9 લોકોના મોત નિપજ્યા છે.
પાલનપુરમાં 14ની અંતિમક્રિયામાં 9 કોરોના સંક્રમિત હતા
1.ઢુંઢીયાવાડી,પાલનપુર (ઉ.વ 42)
2.દિલ્હીગેટ પાલનપુર (ઉ.વ.85)
3.ચંદ્રલોક સો.ગોબરીરોડ (ઉ.વ 55)
4.હરિપુરા ,પાલનપુર (ઉ.વ 50)
5.દિલ્હીગેટ,ઠાકોરવાસ (ઉ.વ.72)
6.ટિમ્બાચૂડી,વડગામ (ઉ.વ.70)
7.શિવશક્તિ સો.બેચરપુરા (ઉ.વ.52)
8.તિરુપતિ રાજનગર,આબુ હાઈવે (ઉ.વ.82)
9.તિરુપતિ ટાઉનશિપ,પાલનપુર
10.માન સરોવરરોડ,પાલનપુર (ઉ.વ.28)
11.જય વીર બગ્લોગ, પાલનપુર (ઉ.વ.65)
12.નવરંગ સો,આકેસણ,પાલનપુર (ઉ.વ.77)
13.ફાસિયા ટેકરા ,પાણીની બાજુમાં (ઉ.વ.74)
14.બેન્ક સોસાયટી ,પાલનપુર (ઉ.વ.80)
From – Banaskantha Update