થરાદમાં કોંગ્રેસના કાર્યકરોએ સરકારે પશુઓ માટે જાહેર કરેલા રૂ. 500 કરોડ ચૂકવવા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

7 દિવસથી ધરણાં પર બેઠેલા ગૌભક્તો દ્વારા ગાયોની સહાય આપવા ન આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કર્યો છે

 

થરાદમાં કોંગ્રેસના કાર્યકરોએ પશુઓ માટે જાહેર કરેલા રૂ. 500 કરોડ ફાળવવા બાબતે નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પશુધન અને ગૌશાળા માટે બજેટમાં રૂ. 500 કરોડની જાહેરાત કરેલી છે.પરંતુ 6 માસથી પણ વધુ સમય થઇ ગયો હોવા છતાં આજ દિન સુધી જાહેર કરાયેલા રૂ. 500 કરોડની ફાળવણી થઇ નથી.

સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસના કારણે હીન્દુ ધર્મમાં પૂજાતી ગાય માતા મરી રહી છે અને રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકાર દ્વારા લમ્પી વાયરસ સામે ગાયોના ઇલાજ માટે સારવાર કેન્દ્ર અને અન્ય કોઇ સુવિધાઓ ઉભી કરાઇ નથી.
જેના કારણે ગાય માતા મોતને ભેટી રહી છે. તો સરકાર જો જાહેર કરેલા રૂ. 500 કરોડની ફાળવણી ત્વરીત કરે તો આ લમ્પી વાયરસ સામે ગાયોના બચાવવા માટે સારવાર કેન્દ્ર ઉભા કરી ગાયોનો બચાવ કરી શકાશે.

આ બજેટ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવેલી છે. પરંતુ સરકાર દ્વારા આ બજેટની બાબતમાં એક પણ હકારાત્મક વલણ દેખાતું નથી. થરાદમાં ગૌશાળાના સંચાલકો દ્વારા જ્યાં સુધી જાહેર કરેલ રૂ. 500 કરોડ બજેટને ફાળવણી ન થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવામાં આવ્યો છે.

 

ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એમના સમર્થનમાં આવી હતી. જયારે આવનારા સમયમાં ધરણાં અને જરૂર પડયે રસ્તા રોકો આંદોલન કરી ગાય માતા માટે જાહેર કરેલા રૂ. 500 કરોડ આપવાની માંગણી નાયબ કલેક્ટર કચેરીએ કરી હતી.
જોકે, કોંગ્રેસના આવેદનપત્રમાં માત્ર કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. થરાદમાં 7 દિવસથી ધરણાં પર બેઠેલા ગૌભક્તો દ્વારા ગાયોની સહાય આપવા ન આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કર્યો છે. ત્યારે હવે મોડે મોડે કોંગ્રેસને આવેદનપત્ર આપવાનું સૂઝતાં લોકોમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!