ડીસા કોલેજ ખાતે મહિલા દિવસની કરાઈ ઉજવણી

- Advertisement -
Share

આજરોજ 8 માર્ચ 2021ને સમસ્ત વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ડીસાની ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કાર્યરત ઉડાન નારી મંચના કન્વિનર પ્રોફેસર વંદના બેન સિસોદિયા તથા કાઉન્સ લેર ડોક્ટર મિત્તલ વેકરીયા દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પરિવર્તનશીલ વિશ્વની સાથે મહિલાઓના જીવન તેમજ રહેણી કરણીમાં ઝડપી પરિવર્તન આવી રહ્યું છે.

 

 

તેમાં નારીશક્તિ વિષયને ધ્યાનમાં રાખી કોલેજના વિદ્યાર્થીઓએ સુંદર મજાના ચિત્રો દ્વારા લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં કોલેજના નિયામક છગનભાઈ પટેલ કાર્યકારી આચાર્ય પ્રોફેસર આર.ડી રબારીએ મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જાણીતા ચિત્રકાર ચંદુભાઈ મોદી અને નાથુભાઈ બ્રહ્મક્ષત્રિયએ સેવા આપી હતી તેમજ ચિત્ર વિશેની માહિતી આપી જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય તૃતીય તેમજ બે પ્રોત્સાહિત નંબરો આપી પુરસ્કાર દ્વારા વિદ્યાર્થીઓ ને સન્માનિત કર્યા હતા.

 

 

સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રોફેસર ડોક્ટર તૃપ્તિ પટેલ આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોફેસર ક્રિષ્ના શાંડ્યા તેમજ સમગ્ર કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!