ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી 150 લોકો મૃત્યુ પામ્યા હોવાની શકયતા : 10 મૃતદેહ મળ્યા

- Advertisement -
Share

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે ગ્લેશિયર તૂટી ગયો. તે પછી ધૌલીગંગા નદીમાં જળ સ્તર અચાનક વધી ગયું છે. ચમોલીના તપોવન વિસ્તારમાં થયેલા આ દુર્ઘટનાથી ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ઘણુ નુકસાન થયું છે. અહીં કામ કરનાર 150 મજૂર ગુમ છે. નદીના કિનારે વસેલા ઘણા ગામ પાણીમાં ડૂબી ગયા છે. આસપાસના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. ઋષિ ગંગા સિવાય NTPCના પણ એક પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે. તપોવન બંધ, શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમને પણ નુસસાન પહોંચ્યું છે.

આ દુર્ઘટના અંગે રાજ્યના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતનું નિવેદન આવી ગયું છે. તેમણે કહ્યું કે ટચમોલી જિલ્લામાં એક દુર્ઘટના ઘટી હોવાના સમાચાર મળ્યા છે. જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ અંગે ઘટતુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની અફવાહો પર પણ લોકોને ધ્યાન ન આપવા કહેવામાં આવ્યું છે. સરકાર જરૂરી તમામ પગલાઓ લઈ રહી છે.

તપોવન ડેમ, શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમને પણ નુકસાન થયું છે.શ્રીનગરથી જોશીમઢ જઇ રહેલ રાજકોટના કૃષ્ણા ગોહેલે જણાવ્યા મુજબ, જોશીમઢથી તપોવન વચ્ચે ચમોળી જિલ્લામાં તપોવન ખાતે વાદળ ફાટવાથી કે ગ્લેસિયરથી ભારે તબાહી મચી છે. ધૌલીગંગામાં ભારે પૂર આવ્યા છે. અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવતે અફવાઓ નહિ માનવાની અપીલ કરી છે. હાલ ડિઝાસ્ટર ટીમો દોડી ગઈ છે.

શ્રીનગરથી 70 કિમિ દૂર પોન્ચયામાં સંપૂર્ણપણે અંધારપટ છે. અને પાવર પ્રોજેક્ટના 150 લોકો લાપત્તા હોવા ઉપરાંત 2 પૂલ તૂટી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હરિદ્વાર હાઇવે હાઈ એલર્ટ પર છે. અને પાણીનો ફલો વધવા લાગ્યો હોઈ હરિદ્વાર, રિષીકેશમાં પાણી ઘૂસવાનો ભય હોવાની શક્યતાને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે.

હરીદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. તેના કારણે રાજ્ય સરકારે પણ અહીં હાઈઅલર્ટ આપી દીધી છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે અધિકારીઓ પાસેથી દુર્ધટના અંગેની માહિતી લીધી. તેમણે લોકોને અફવાહ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું સાવધાનીના ભાગરૂપે નદીનું પાણી રોકી દેવામાં આવ્યું છે. અલકાનંદ, શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમ પ્રભાવિત થયા છે. SDRFની ટીમ અલર્ટ પર છે. હું પોતે ઘટના સ્થળે જઈ રહ્યો છે.

ચમોલી પોલીસના જણાવ્યા મુજબ, ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચ્યું છે. અલકાનંદા નદીના કિનારે રહેનાર લોકોને સુરક્ષિત જગ્યાએ જવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય ધૌલી નદીમાં પુર આવવાથી તપોવન બંધ પણ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. અધિકારીઓએ સરોવરનું પાણી ઘટાડવાનો આદેશ આપ્યો છે. જેથી અલકાનંદનું વોટર લેવલ વધવા પર વધારાનું પાણી છોડવામાં મુશ્કેલી ન સર્જાય.

16-17 જૂન 2013ના રોજ વાદળ ફાટવાથી રૂદ્રપ્રયાગ, ચમોલી, ઉત્તરકાશી, બાગેશ્વર, અલ્મોડા, પિથોરાગઢ જિલ્લામાં ભારે નુકસાન થયું હતું. આ દુર્ધટનામાં 4,400થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. 4,200થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. તેમાંથી 991 સ્થાનિક લોકો અલગ-અલગ જગ્યાએ મૃત્યુ પામ્યા હતા. 11091થી વધુ પશુઓ પુરમાં તણાઈ ગયા હતા અથવા તો કાટમાળમાં દબાઈને મૃત્યુ પામ્યા હતા.

ગ્રામીણોની 1309 હેક્ટર ભૂમિમાં વહી ગઈ હતી. 2141 ભવનોનું નામ-નિશાન મટી ગયું. 100થી વધુ મોટી-નાની હોટલ તૂટી ગઈ. ડિઝાસ્ટરમાં નવ નેશનલ હાઈવે, 35 સ્ટેટ હાઈવે અને 2385 રસ્તાઓ, 86 મોટર પુલ, 172 મોટા અને નાના પુલને નુકસાન થયું હતું.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!