પાલનપુરમાંથી પ્રતિબંધિત બાયો ડિઝલનો જથ્થોનો ઝડપાયો : 4.92 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક પાલનપુર ખાતેથી એલસીબી ટીમે ગેરકાયદેસર બાયો ડિઝલનો જથ્થો અમદાવાદથી રાજસ્થાન લઈ જ્યાં હોવાની બાતમીના આધારે જીપડાલુ બેરલ અને બાયોડીઝલ સહિત 4.92 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર યુક્ત પેટ્રોલિયમ પ્રવાહીને અટકાવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમને જીપ ડાલામાં પ્રતિબંધિત ગેરકાયદેસર ભેળસેળ યુક્ત પેટ્રોલિંગ પ્રવાહી બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો.

અમદાવાદથી રાજસ્થાન તરફ લઇ જવાતો હોવાની પાલનપુર એલસીબી ટીમને જાણ થતા એલસીબીની ટીમે જીપડાલુ બેરલ અને બાયો ડીઝલ સહિત 4.92 લાખનો મુદ્દામાલ સહિત ગાડી ચાલક દેવાભાઈ વજાભાઈ ભરવાડ તેમજ પ્રદીપ નાગજીભાઈ પાનસરાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!