ડીસામાં રહેણાંક મકાનમાં શોર્ટ-સર્કીટથી આગ ભભૂકતાં દોડધામ : એક બાળકી ઘાયલ

- Advertisement -
Share

 

ડીસાના ગવાડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં શનિવારે મોડી સાંજે શોર્ટ-સર્કીટથી અચાનક ભયંકર આગ ભભૂકી ઉઠતાં અફડા-તફડી મચી ગઇ હતી. જેમાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી આગ લાગવાની ઘટનામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને શોર્ટ-સર્કીર્ટથી આગ લાગવાની ઘટના બહાર આવી રહી છે. વીજ કંપનીની બેદરકારીથી નિર્દોષ લોકો આગની ઘટનાનો ભોગ બની રહ્યા છે.

 

 

ત્યારે ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતાં મકસુદભાઇ ગુલઝારભાઇ કુરશીના રહેણાંક મકાનમાં શનિવારે મોડી સાંજે શોર્ટ-સર્કીટથી અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. જ્યારે રહેણાંક મકાનમાં એક નવ માસની બાળકી સૂતી હતી.

 

જે બાળકી પણ આગની લપેટમાં આવી જતાં બચાવી લીધી હતી. જયારે ડીસાના ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યારે નાની દિકરી હાન્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.

 

જ્યારે રહેણાંક મકાનમાં રહેલ તમામ ઘર વખરી બળીને ખાખ થઇ જતાં પરિવારજનો પર આભ તુટી પડયું હતું. જયારે રહેણાંક મકાનમાં શોર્ટ-સર્કીટથી અચાનક આગ લાગતાં પરિવારજનો ઉપર આભ અને નીચે ધરતીના સહારે જીવી રહ્યા છે.

 

આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, આગ લાગવાથી અંદાજે રૂ. 7,00,000 નું નુકશાન થવા પામ્યું છે. જ્યારે આગ લાગવાની ઘટના પગલે વોર્ડ નં. 9 ના સદસ્ય ફરઝાનાબેન તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી આશ્વાસન આપ્યું હતું

 

અને આગથી થયેલ નુકશાનનું વળતર અપાવવા માટે સરકારમાં અને નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરને ટેલિફોનીક રજૂઆત કરાઇ છે. જો કે, આગ લાગવાની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને બચાવો બચાવોના બૂમરાણ સાથે ચકચાર મચી ગઇ હતી.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!