પાલનપુર પાલિકાના હંગામી કર્મચારીએ પ્રેમજાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

Share

પાલનપુર નગરપાલિકામાં હંગામી ફરજ બજાવતાં મુળ માલણ ગામના શખ્સે શહેર નજીક આવેલી હોસ્ટેલમાં પોતાની માતા સાથે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. આ અંગેની જાણ થતાં સગીરાની માતાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે હંગામી કર્મચારી સામે દુષ્કર્મનો ગૂનો નોંધી તેની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

 

પાલનપુર નગરપાલિકામાં પ.વ.ડી વિભાગમાં ફરજ બજાવતો હંગામી કર્મચારી મુળ પાલનપુરના માલણ ગામનો નરેશકુમાર લક્ષ્મણભાઇ મકવાણા છેલ્લા કેટલાક સમયથી શહેર નજીક આવેલી એક હોસ્ટેલમાં માતા સાથે રહેતી સગીરાના સંપર્કમાં આવી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પાલનપુર તાલુકા પીએસઆઇ બી. આર. પટેલે જણાવ્યું કે, 10 દિવસ અગાઉ સગીરાને ઉલટી ઉબકા આવતાં પાલનપુર સિવિલમાં ચેકઅપ કરાવતાં સોનોગ્રાફી સહિતના રિપોર્ટ કર્યા હતા. અને સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા તેણીને વિસનગર બાળ સંરક્ષણગૃહમાં મોકલી હતી.

 

જ્યાં રિપોર્ટ કરાવાતાં સગીરાને બે માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતુ. આથી તેમણે વિસનગર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણ કરતાં મોડી રાત્રે માતા-પુત્રીને પાલનપુર લાવ્યા હતી. જ્યાં સગીરાની માતાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ફરિયાદ આધારે નગરપાલિકાના હંગામી કર્મચારી નરેશભાઇ મકવાણાની અટકાયત કરી હતી. જેના સિવિલ હોસ્પીટલમાં રિપોર્ટ કરાવી ગુરૂવારે કોર્ટમાં રજુ કરાયો હતો. જ્યાંથી સબજેલમાં મુકવામાં આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share