દાંતાના ભેમાલ નજીક સુરત-અંબાજી બસને અકસ્માત નડયો : માંકડચમ્પા નજીક બોલેરો જીપનું ટાયર ફાટતાં જીપ પલ્ટી : 11 મુસાફરોનો આબાદ બચાવ

- Advertisement -
Share

બોલેરો જીપને જે.સી.બી. મશીનની મદદથી રોડ સાઇડ કરાઇ

 

દાંતા તાલુકામાં અકસ્માતની ઘટનાઓમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. તાલુકામાં અકસ્માતનો સીલસીલો યથાવત થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગઇકાલે સુરત-અંબાજી બસને અકસ્માત નડયો હતો. સુરતથી અંબાજી તરફ આવતી બસને દાંતાના ભેમાલ નજીક અકસ્માત સર્જાયો હતો.

રોડ સાઇડ પર લાગેલા થાંભલા સાથે બસ અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઇને જાનહાની થઇ ન હતી.

 

જયારે દાંતા તાલુકામાં બીજો અકસ્માત બુધવારે અંબાજી ખેડબ્રહ્મા હાઇવે પર આવેલા માંકડચમ્પા નજીક સર્જાયો હતો. રાજસ્થાન રામદેવરા દર્શન કરી પરત આવતી બોલેરો જીપને અકસ્માત નડયો હતો.

 

અંબાજી હાઇવે રોડ પર માંકડચમ્પા નજીક બોલેરો જીપનું ટાયર ફાટતાં જીપ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં બોલેરો જીપ ડીવાઇડર પર પલ્ટી ખાઇ ગઇ હતી.
બોલેરો જીપમાં સવાર 11 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં હડાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતના સ્થળેથી બોલેરો જીપને જે.સી.બી. મશીનની મદદથી રોડ સાઇડ કરાઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!