ડીસાના યુવકે ગુજરાતમાં રાજ્યકક્ષાની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કરી સિલ્વર ગોલ્ડ મેળવ્યો

Share

બોડી બિલ્ડીંગની પણ સ્પર્ધા યોજાય છે અને આ શબ્દથી ઘણા ખરા લોકો અપરિચિત હતા અને જેમાં પણ બનાસકાંઠા જીલ્લા જેવા પછાત જીલ્લામાં તો આ અંગે જોઇએ તેવી જાગૃતિ જોવા મળતી નથી. પરંતુ પછાત બનાસકાંઠા જીલ્લા જેવા પછાત જીલ્લાના એક યુવકે રાજ્યકક્ષાની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લઇને સિલ્વર મેડલ મેળવ્યો છે.

 

કહેવત છે કે, પહેલું સુખ તે જાતે નર્યાં અને પહેલું સુખ એટલે ફીટનેસ છે. બનાસકાંઠા જીલ્લા જેવા પછાત જીલ્લામાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ઓછા જાગૃત જોવા મળતા હતા. ત્યારે ડીસાના કલ્પેશ માળી નામના યુવકે આ પછાત જીલ્લામાંથી આગળ આવીને પોતાના શરીરને મજબૂત શરીર બનાવીને કાઠું કાઢ્યું છે.

 

તાજેતરમાં આણંદમાં વર્લ્ડ ફીટનેશ ફેડરેશન દ્વારા યોજાયેલી બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 112 બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો અને આ તમામ સ્પર્ધકોમાં કલ્પેશ પરમારે બીજો ક્રમાંક મેળવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.

 

ડીસા જેવા પછાત માનવામાં આવતાં વિસ્તારમાંથી કોઇ યુવક બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં ચમકે તે મોટી વાત છે. ગુજરાતમાં બોડી બિલ્ડીંગમાં બીજો નંબર પ્રાપ્ત કરનાર કલ્પેશ માળી દેશી હીમેન છે અને દિવસના પાંચ કલાક કરતાં પણ વધારે સમય સુધી વર્ક આઉટ કરીને પરસેવો પાડે છે.

 

આ ઉપરાંત દિવસ દરમિયાન પોતાના શરીરને જાળવવા માટે 300 ગ્રામ કરતાં પણ વધારે પ્રોટીન લે છે. ગુજરાતમાં રાજ્યકક્ષાની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં બીજો નંબર મેળવનાર કલ્પેશ પરમારે આજની યુવા પેઢીને પણ ફીટનેશ વિશે જાગૃત બનવા માટે સલાહ આપી છે.

 

 

મોટા શહેરોમાં લોકો ફીટનેશ પ્રત્યે ખાસ ધ્યાન રાખતાં હોય છે. પરંતુ ડીસા અને ખાસ કરીને બનાસકાંઠા જેવા પછાત જીલ્લામાં હજુ પણ લોકો ફીટનેશને લઇ જોઇએ તેટલાં જાગૃત નથી. ત્યારે ડીસામાં ફીટનેશ ટ્રેનર પણ જણાવી રહ્યા છે કે, ‘લોકોએ ફીટનેશ પ્રત્યે જાગૃત બનવું જોઇએ.’

 

advt

 

કલ્પેશ માળીએ આ લોખંડી શરીર બનાવવા માટે ચાર વર્ષ સુધી પરસેવો પાડયો છે. ચાર વર્ષ પહેલાં એટલે કે, 2017-18 માં કલ્પેશ માળી માત્ર 55 કિલો વજન ધરાવતો હતો અને ત્યારબાદ બોડી બનાવવા માટે કલ્પેશે કઠોર પરિશ્રમ અને ડાયટ બદલ્યું હતું અને અત્યારે માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં પોતાના શરીરને લોખંડી બનાવી દીધું છે. એટલે કોઇ પણ વ્યક્તિ ઇચ્છે તો આવી જ બોડી પોતાની બનાવી શકે તેમ છે.

 

From – Banaskantha Update


Share