પાલનપુરમાં માતા-પુત્રનું અકસ્માતમાં મોત નિપજાવનાર ટેન્કર ચાલકની અટકાયત કરાઇ

- Advertisement -
Share

ચાલકે મોબાઇલમાં જોયું ત્યારે ઘટનાની જાણ થઇ

 

પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ગઠામણ પાટીયા નજીક સપ્તાહ પૂર્વે સ્કૂલે મૂકવા જતી માતા-પુત્રના એક્ટીવાને ટક્કર મારનાર ટેન્કર ચાલકને પોલીસે ઝડપી પાડયો હતો.

પાલનપુરમાં સપ્તાહ અગાઉ વિનાયક પાર્ક સોસાયટીમાં રહેતાં રેણુંકાબેન મિલનકુમાર રાવલ તેમના પુત્ર કલ્પ (ઉં.વ. આ. 5)ને એક્ટીવા નં. GJ-12-BL-0458 ઉપર બેસાડી ગઠામણ રોડ સધીમાંના મંદિર પાછળ
આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં મૂકવા જઇ રહ્યા હતા. ત્યારે અમદાવાદ હાઇવે ઉપર હોટલ બંસીની સામે પાછળથી આવેલા ટ્રેલર ચાલકે એક્ટીવાને ધડાકાભેર ટક્કર મારી હતી.

 

ટેન્કર ચાલક વડગામ તાલુકાના પસવાદળના મુકેશ કાન્તીજી ઠાકોરને ઝડપી પાડયો હતો. જેની સામે કલમ-304 હીટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

ટેન્કર ચાલક મુકેશ ઠાકોરે હાઇવે ઉપર પસાર થતાં વાહનની ઓવરટેક કરવા જતાં બાજુમાં પસાર થઇ રહેલા માતા-પુત્રને પાછળથી અડફેટે લીધા હતા.
ટેન્કર ઉભુ રાખ્યા વિના હંકારી ગયો હતો. કલાક પછી ફોનમાં જોયું ત્યારે ખબર પડી હતી કે, અકસ્માતમાં માતા-પુત્રનું મોત નિપજ્યું હતું.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!