સૂઇગામના જલોયા નજીક ભેંસ વચ્ચે આવતાં બાઇક સ્લીપ ખાઇ જતાં યુથ કોંગ્રેસના પ્રમુખનું મોત

- Advertisement -
Share

 

સૂઇગામ તાલુકાના જલોયા ગામના એક યુવા અગ્રણીને સોમવારે રાત્રે ભેંસ રસ્તા વચ્ચે આડી આવતાં બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થતાં જેમનું થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં પંથકમાં શોકની કાલીમાં છવાઇ ગઇ છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, સૂઇગામ તાલુકાના જલોયા ગામના વતની અને વાવ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ દિનેશજી લક્ષ્મણજી ડોડીયા સોમવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે પોતાનું બાઇક લઇ ખેતરેથી પરત ઘરે આવતાં નડાબેટ રોડ પર વિદ્યુત બોર્ડ નજીક રસ્તા વચ્ચે ભેંસ આડી આવતાં બ્રેક મારતાં બાઇક સ્લીપ ખાઇ જતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી.

 

જે બાદ તેમને સૂઇગામ સી.એચ.સી.માં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર કર્યાં બાદ વધુ સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા.

 

જ્યાં મંગળવારે તેમનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજતાં એક આશાસ્પદ યુવા અગ્રણીના આકસ્મિક નિધન થતાં સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઇ ગઇ હતી.

 

જે અંગે મૃતકના ભાઇ રાજસિંહ ડોડીયાએ સૂઇગામ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે અંગે મૃતક દિનેશજી ડોડીયાનું સૂઇગામ સી.એચ.સી.માં પી.એમ કરાવ્યું હતું.

 

ત્યારબાદ તેમની સ્મશાન યાત્રામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહીત તમામ રડતા જોવા મળ્યા હતા.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!