પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં 181 ની ટીમે પોલીસને સાથે રાખી બાળ લગ્ન અટકાવ્યા : માતા-પિતાને કાયદાની માહિતી આપી

- Advertisement -
Share

બંને દીકરીઓની ઉંમર 15 અને 17 હતી : લગ્ની કંકોત્રી પણ છપાઇ ગઇ હતી

 

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે 181 અભયમ ટીમે સ્થાનિક પોલીસ સાથે રાખી બાળ લગ્ન અટકાવ્યા હતા.

પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 2 દીકરીઓના ઉંમર 15 અને 17 વર્ષની હતી. જેમની કંકોત્રી પણ છપાઇ હતી. જે બંને દીકરીઓના માતા-પિતાને બાળ લગ્ન કરવા સમજાવવા આવ્યા હતા.

 

પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 181 અભયમ ટીમે સોમવારે સ્થાનિક પોલીસ સાથે રાખી બાળ લગ્ન અટકાવ્યા હતા.

 

બનાસકાંઠા 181 અભયમ મહીલા હેલ્પલાઇનના કાઉન્સેલર જીનલબેન પરમારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી મનિષભાઇ જોષીને ટેલિફોનિક જાણ કરી મહીલા પોલીસ શિલ્પાબેન પરિવારના ઘરે ગયા હતા.
જ્યાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ‘બંને દીકરીઓની ઉંમર 15 અને 17 હતી. તેમના લગ્ન થોડાક સમય અગાઉ જ લેવાના હતા.

 

કંકોત્રીઓ પણ છપાવી દેવામાં આવી હતી. જેમને આ બાળ લગ્ન ન કરવા સમજાવતાં બંને દીકરીઓના માતા-પિતા સહમત થયા હતા.
જેમને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અને તે અંતર્ગત સજાની જોગવાઇઓની પણ માહિતી અપાઇ હતી.’

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘પાલનપુર તાલુકાના સૂંઢા ગામમાં 181 અભયમની ટીમ ઉપર હુમલો કરી યુવતીનું અપહરણ કરાયું હતું.
જે પછી 181 અભયમ ટીમ સ્થાનિક ગઢ પોલીસને સાથે રાખી બાળ લગ્ન અટકાવવાની કાર્યવાહી કરવા ગઇ હતી.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!