દિયોદરમાં ગૃહ રાજ્યમંત્રીએ બનાસ ડેરી સંકુલ અને હેલીપેડનું નિરીક્ષણ કર્યું : જીલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના દિયોદર નજીક સણાદરમાં 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડીયો સ્ટેશન (FM 90.4) નું આગામી તા. 19 એપ્રિલ-2022 ને મંગળવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે.

 

 

આ સિવાય વિશાળ મહીલા સંમેલન પણ યોજાવાનું છે. વડાપ્રધાનના આ કાર્યક્રમને અનુલક્ષી ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન તથા રમત-ગમત રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ દિયોદરમાં બનાસ ડેરી સંકુલ અને હેલીપેડનું નિરીક્ષણ કર્યું હતું.

 

વડાપ્રધાનના કાર્યક્રમને લઇ બનાસ ડેરી દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ જીલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરીને કાર્યક્રમની તૈયારીઓની માહિતી મેળવી હતી.

 

આ ઉપરાંત કરવામાં આવેલી વ્યવસ્થા અંગે વિસ્તૃત સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!