યુવતીને કાપી નાખી તેના ભાઇને મારી નાખવાની ધમકી આપી
થરાદ-લાખણીની સીમમાં રહેતાં એક ખેત મજૂર પરિવારની પુત્રી સાથે તેના જ પડોશમાં રહેતાં કિશોરે તેણીને અને તેના ભાઇને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઇ છે.
આ બનાવને લઇને ખળભળાટ પ્રસરવા પામ્યો હતો. આ અંગે લાખણી પોલીસ મથકે શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, થરાદ-લાખણી તાલુકાની સીમમાં આવેલ 20 વર્ષની યુવતી પોતાના પરિવાર સાથે રહે છે. 6 માસ પહેલાં તેણી પોતાના ખેતરેથી દુકાને જતી હતી.
આ વખતે ખેતરની બાજુમાં રહેતો કિશોર તેણીને કાપી નાખવાની ધમકી આપીને એક મોબાઇલ આપ્યો હતો. આથી તેણીએ ફોન લીધો હતો. ઘરના માણસોથી સંતાડીને રાત્રે અને દિવસે તેની સાથે વાત કરતી હતી.
ગત તા. 22 ઓક્ટોબરના રાત્રિના સુમારે કિશોરે તેણીને પોતાના ઘરના પાછળના ભાગમાં બોલાવતાં તેણી ગઇ હતી. જ્યાં તેણે તેણીના ભાઇને મારી નાખવાની ધમકી આપી 2 વખત શારીરિક સબંધ બાંધ્યો હતો.
ત્યાર પછીના સપ્તાહમાં સવારના સમયે યુવતી ખેતરેથી દુકાને જતી હતી. આ વખતે કિશોરે તેણીની પાસે આવીને બાઇક પર બેસવા જણાવ્યું હતું.
પરંતુ તેણી નહીં બેસતાં ઘરે આવી ગઇ હતી. એ જ રાત્રે પરિવાર સાથે યુવતી પોતાની ઓસરીમાં સૂતી હતી. આ વખતે રાત્રે 12:00 થી 12:30 વાગ્યાના સુમારે ખાટલા સુધી આવીને કિશોરે તેણીને પકડતાં તેણીએ બૂમો પાડતાં પરિવાર જાગી ગયો હતો.
આ વખતે કિશોર ફોન લઇને જતો રહ્યો હતો. યુવતીએ પરિવારને બનાવ અંગેની જાણ કરી હતી. આ અંગે પરિવાર સાથે મળીને બનાવ અંગે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કિશોર સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
From-Banaskantha update