ધાનેરાના સીલાસણા ગામમાં ડેરીના મંત્રી અને યુવક પર હીંચકારો હુમલો કરતાં ચકચાર

Share

ધાનેરાના સીલાસણા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ડેરી આવેલી છે. જેમાં ગ્રાહકો પશુ ખાણ લેવા આવતાં ખાણ સ્ટોકમાં ન હોવાથી ઉશ્કેરાઇ જઇ ગ્રાહકોએ ડેરીના મંત્રી અને યુવક પર હીંચકારો હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે.

[google_ad]

જેમાં માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થતાં 108 વાન મારફતે ધાનેરા રેફરલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે ડેરીના મંત્રીએ પાંથવાડા પોલીસ મથકે પાંચથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના સીલાસણા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ડેરી આવેલી છે. જેમાં પશુઓને ખાવા માટે ખાણ લેવા આવેલા ગ્રાહકોએ મંત્રી પાસે ખાણની માંગણી કરી હતી.

Advt

[google_ad]

જોકે, ડેરીમાં ખાણનો સ્ટોક પુરો થઇ ગયો હતો. જેથી પાંચથી વધુ વ્યક્તિઓએ ઉશ્કેરાઇ જઇ ડેરીના મંત્રી અને યુવક પર હીંચકારો હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. જેમાં ડેરીના મંત્રી અને યુવકને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થતાં 108 વાન મારફતે ધાનેરા રેફરલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સીલાસણા ડેરી વર્ષોથી સતત સત્તાધીશ અને ગ્રાહકો વચ્ચે વિખવાદમાં ચાલી રહી છે. આ અંગે ડેરીના મંત્રીએ પાંથાવાડા પોલીસ મથકે પાંચથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share