ડીસાની બનાસ નદીમાં કચરામાં આગ ભભૂકતાં લોકોમાં દોડધામ

Share

ડીસામાંથી પસાર થતી બનાસ નદીમાં કોઇ અજાણ્યા શખ્સ દ્વારા નદીમાં ઠાલવવામાં આવેલ કચરામાં આગ લગાવીને જતાં રહેતાં જોતજોતામાં આગ વિકરાળ બનતાં ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરની ટીમને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ તાત્કાલીક દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે.

[google_ad]

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને છેલ્લા બે દિવસમાં ડીસા શહેરમાં એક બાદ એક આગની ઘટનાઓ સામે આવી રહી છે. બે દિવસ અગાઉ જ જૂનાડીસા નજીક નગરપાલિકા સંચાલિત ડમ્પીંગ સાઇડમાં આગ લાગતાં ભારે જહેમત બાદ તેના પર કાબૂ મેળવ્યો હતો.

[google_ad]

 

જે બાદ ગુરૂવારે ડીસા શહેરમાંથી પસાર થતી બનાસ નદીમાં કોઇ અજાણ્યા શખ્સ દ્વારા નદીમાં ઠાલવવામાં આવેલ કચરામાં આગ લગાવીને જતાં રહેતાં જોતજોતામાં આ આગ વિકરાળ બની હતી અને આજુબાજુમાં પડેલા કચરાના ઢગલાએ આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

[google_ad]

ચારેબાજુ આગના કારણે નદીમાંથી નીકળતાં ધૂમાડાના કારણે અહીંથી પસાર થતાં લોકોએ તાત્કાલીક ડીસા નગરપાલિકા ફાયર-ફાઇટરની ટીમને જાણ કરી હતી.

[google_ad]

advt

જે બાદ ડીસા નગરપાલિકાની ફાયર-ફાઇટરની ટીમ તાત્કાલીક દોડી બનાસ નદીમાં પહોંચી હતી. જ્યાં આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે. જ્યારે આગને કાબૂમાં લેતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

 

From – Banaskantha Update


Share