પાલનપુરના પશ્ચિમ વિસ્તારમાંથી શુક્રવારે એલ.સી.બી. પોલીસે ચોરીની મોટર સાઇકલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.
બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પશ્ચિમ પોલીસ સ્ટેશન કોજી વિસ્તારમાંથી ચોરેલી બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.
ત્યારે આ શખ્સની પૂછપરછ કરતાં અન્ય એક બીજી જગ્યાએથી પણ બાઇક ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. જેથી એલ.સી.બી. પોલીસે શખ્સની અટકાયત કરી 2 બાઇકો જપ્ત લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ સ્ટાફ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, એક શખ્સ ચોરીનું મોટર સાઇકલ લઇને કોઝી વિસ્તારમાં ફરે છે.
જે ખાનગી બાતમીના આધારે પોલીસે વોચ તપાસમાં રહી હકીકતવાળું મોટર સાઇકલ સાથે શખ્સને ઝડપી તેનું નામઠામ પૂછતાં અર્જુન ગરાસીયા (રહે.બસનગઢ, તા.પિંડવાડા, જી.શિરોહી-રાજસ્થાન) વાળો હોવાનું જણાવ્યું હતું.
આ દરમિયાન પોલીસે શખ્સની વધુ પૂછપરછ કરતાં આ મોટર સાઇકલ ઉપરાંત બીજા એક મોટર સાઇકલની મોટા ગામથી ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી.
હીરો કંપનીનું સ્પેલેન્ડર પ્લસ નં. GJ-08-BG-1565 અને હીરો પેશન પ્રો જેની આગળ પાછળ નંબર પ્લેટ લગાવેલ ન હતું. જે બંને બાઇક પોલીસે જપ્ત કરી શખ્સ સામે ગુનો નોંધી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update