દિયોદરના જસાલીમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં આવેલા પૂર્વ મંત્રીને વર્ગખંડના રૂમની ઘટની રજૂઆત કરી

- Advertisement -
Share

જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં કોઇપણ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તેવી ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી

 

દિયોદરના જસાલી ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ઘણા સમયથી વર્ગખંડના રૂમોની ઘટ હોવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી સર્જાઇ રહી છે.
ત્યારે શુક્રવારે શાળામાં પ્રવેશોત્સવ વખતે આવેલા રાજ્ય સરકારના પૂર્વ મંત્રીને તાત્કાલીક નવિન રૂમ બનાવી ઘટ પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી.
અને જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં કોઇપણ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તેવી ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી હતી.

 

સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જીલ્લાના તાલુકામાં પ્રાથમિક શાળામાં વર્ગખંડ રૂમની અછત જોવા મળી રહી છે.

 

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના જસાલી ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી વર્ગખંડના રૂમોની ઘટ જોવા મળી રહી છે.

 

જેના કારણે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા શાળાઓમાં પ્રવેશોત્સવ કરવામાં આવી રહ્યો છે.

 

ત્યારે શુક્રવારે દિયોદરના જસાલી ગામમાં શાળા પ્રવેશોત્સવ વખતે આવેલા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ આવ્યા હતા.

 

જ્યાં ગ્રામજનોએ રાજ્ય સરકારના પૂર્વ મંત્રીને શાળામાં ઘણા સમયથી વર્ગખંડના રૂમની ઘટ છે તેવી રજૂઆત કરાઇ હતી.

 

જયારે ગ્રામજનોએ સરકારના પૂર્વ મંત્રીને જણાવ્યું હતું કે, ‘તાત્કાલીક ધોરણે શાળામાં નવિન રૂમ બનાવી ઘટ પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરાઇ હતી.’
આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ‘જો શાળામાં રૂમની ઘટને તાત્કાલીક પૂર્ણ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં કોઇપણ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તેવું ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી હતી.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!