ડીસાના ધનાવાડામાં મહીલાનું મકાન સળગાવી નાસી જનાર શખ્સને પોલીસે ઝડપ્યો

- Advertisement -
Share

કોર્ટે વોરંટ ઇશ્યુ કર્યાં બાદ આરોપીની અટકાયત કરાઇ

 

ડીસા તાલુકાના ધનાવાડા ગામમાં ચારેક માસ અગાઉ મહીલાને માર મારી તેનું મકાન સળગાવી દેનારા શખ્સને ડીસા તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મકાન સળગાવ્યા બાદ ભાગી ગયેલો શખ્સ નાસતો-ફરતો હોવાથી ડીસા કોર્ટે તેના સામે વોરંટ ઇશ્યુ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ધનાવાડા ગામમાં ગત તા. 20 એપ્રિલ-2022 ના રોજ રમેશભાઇ વણકરે ગામની એક મહીલા સાથે ઝઘડો કરી તેણીને માર માર્યો હતો.
બાદમાં મહીલાનું ઘર સળગાવી દેતાં ઘરનો સર-સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો અને મહીલાને મોટું નુકશાન પહોંચાડયું હતું. મકાન સળગાવ્યા બાદ શખ્સ નાસી છૂટ્યો હતો.
તે બાબતે મહીલાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ શખ્સ નાસતો-ફરતો હોય ડીસા કોર્ટે તેના સામે પકડ વોરંટ જારી કર્યું હતું. જેના આધારે ડીસા તાલુકા પોલીસે શખ્સને ગઇકાલે ધનાવાડા ગામમાંથી ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!