એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : શિક્ષણ સમિતિનો સિનિયર ક્લાર્ક લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

 

સુરતમાં પી.એફ.ના નાણાંના બદલામાં પણ લાંચ માંગવામાં આવી રહ્યાનું સામે આવ્યું છે. મૃતક કર્મચારીના પરિવાર પાસે રૂ. 7,000 ની માંગ કરાઇ હતી.

 

 

 

જો કે, ફરિયાદી રૂપિયા આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી.એ લાંચ છટકું ગોઠવીને આરોપી સમીર ભગતને લાંચના રૂ. 7,000 સ્વીકારતા રંગેહાથ ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

સિનિયર ક્લાર્ક વર્ગ-3, જી.પી.એફ. વિભાગ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં નોકરી કરતાં સમીરભાઇ રૂસ્તમભાઇ ભગત દ્વારા લાંચની રૂ. 7,000 ની માંગ કરાઇ હતી. જેથી એ.સી.બી. છટકું ગોઠવ્યું હતું.

 

ફરિયાદીએ આરોપીને રૂ. 7,000 રોકડા આપ્યા હતા. જે રૂપિયા લાંચીયા ક્લાર્ક પાસેથી એ.સી.બી.એ જપ્ત કર્યાં હતા. તમામ લાંચનો વહીવટ રૂમ નં. 19, ત્રીજો માળ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની કચેરી, કાસકીવાડ, જૂના બસ સ્ટેન્ડ, ભાગળ, સુરત ખાતે થયો હતો.

 

ફરિયાદીના પતિનું અવસાન થયેલ હતું. તેઓના જી.પી.એફ.ના નાણાં મેળવવા ફરિયાદીએ અરજી કરી હતી. આ જી.પી.એફ.ના નાણાંનો ચેક તૈયાર કરી આપવા આ કામના આરોપીએ ફરિયાદી પાસે લાંચ પેટે રૂ. 7,000 ની ગેરકાયદેસર રીતે માંગણી કરી હતી.

 

ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ એ.સી.બી.માં પોતાની ફરિયાદ આપતાં ફરિયાદીની ફરિયાદના આધારે સોમવારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

 

લાંચના છટકા દરમિયાન પંચ નં. 1 ની હાજરીમાં ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી રૂ. 7,000 લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપાઇ જતાં ગુનો નોંધ્યો હતો. હાલ આરોપીને એ.સી.બી.એ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!