ડીસામાં સગર્ભા મહિલા કોરોના સામે જંગ હારી જતા માતા-પુત્રનું મોત

- Advertisement -
Share

છેલ્લા પાંચ દિવસથી કોરોનાના લક્ષણો જણાતાં ખાનગી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા

[google_ad]

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં પૂરના મહામારીએ આતંક મચાવ્યો હતો અને ખાસ કરીને બીજી લહેરમાં કોરોના મહામારીમાં મોટા પ્રમાણમાં ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં લોકોના મોત નિપજ્યા છે. ત્યારે બીજી વેવના અંતિમ સમયે શનિવારે ડીસામાં સગર્ભા મહીલા કોરોના સામે જંગ હારી જતાં માતા અને પુત્રનું મોત નિપજ્યું હતું. મહીલાના મોતથી ચાર દીકરીઓએ છત્રછાયા ગુમાવી છે.

[google_ad]

ફાઈલ ફોટો

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા સહીત સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક લોકો ભોગ બન્યા હતા. જેમાં અનેક લોકો કોરોના સામે જંગ હારી જતાં મોતને ભેટ્યા હતા. કોરોનાની બીજી લહેર પુરી થાય તે પહેલાં બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામની ગોગા ઢાંણી ખાતે રહેતાં મંજુબેન અજયભાઇ માળી (ઉં.વ.આ. ૩૦ અને હાલ રહે. ધાનેરા) તેમને ચાર નાની દીકરીઓ છે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

જ્યારે ૧૫ દિવસ પહેલાંં મંજુબેનના પિતાનું અવસાન થયું હતું. મંજુબેનને ૮ માસનો ગર્ભ હતો. જેમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના લક્ષણો જણાતાં તેમને ડાp. તપન ગાંધીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગઇકાલે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાની પુષ્ટિ કરાઇ હતી.

[google_ad]

 

ફાઈલ ફોટો

 

જ્યાં તબિયત વધુ નાજુક જણાતાં છેલ્લા ૩ દિવસથી મહીલાનું ઓÂક્સજન લેવલ ખૂબ ઓછું હોવાથી તેમને આઇ.સી.યુ.માં વેલ્ટીનેટર પર રાખવામાં આવ્યા હતા. શનિવારે વહેલી સવારે મજુંબનેને નોર્મલ ડીલીવરી કરવામાં આવી હતી. પરંતુ બાળકને મૃત હાલતમાં જન્મ આપ્યો હતો.

[google_ad]

Advt

[google_ad]

જેમાં બાળકને પાણી ઘટી જવાથી બાળકનું પણ મોત નિપજ્યું હતું. કોરોનાના કારણે સારવાર છતાં રીકવરી આવતી નથી તે બાદ સગર્ભા મહીલાનું કોરોના હોવાથી ઓક્સિજન લેવલ ઘટી જતાં કોરોના સામે જંગ હારી જતાં મોત નિપજ્યું હતું. મહીલાના મોતથી ચાર નાની દીકરીઓએ પણ નોંધારી બની ગઇ હતી. આ દુઃખદ સમાચારથી સમગ્ર માળી સમાજમાં શોકનો માહોલ છવાયો હતો.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!