દાંતીવાડાની હરીયાવાડા પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઇ

- Advertisement -
Share

વિખવાદી શિક્ષકોને બદલી નવા શિક્ષકો પૂરતા પ્રમાણમાં મૂકી પાયાની સુવિધા આપવાની માંગ કરાઇ

 

દાંતીવાડાના હરીયાવાડા પ્રાથમિક શાળામાં શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોના આંતરીક વિખવાદના કારણે શિક્ષણ કથળી ગયા હોવાના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કર્યાં હતા.
ધો. 8 માં માત્ર 5 શિક્ષકો અને પાયાની સુવિધા આપવામાં તંત્ર નિષ્ક્રીય હોવાનું સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરી મંગળવારે શાળાને આખરે ગ્રામજનોએ તાળાબંધી કરી છે.
હાલ ગુજરાતમાં શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાની શાળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પ્રવેશોત્સવને ખુલ્લુ મુકાયું હતું.
જે બાદ બનાસકાંઠા જીલ્લાના એક પછી એક પ્રાથમિક શાળામાં શિક્ષણ કથળ્યું હોય અને શાળામાં આચાર્ય તેમજ શિક્ષક આંતરીક વિખવાદના કારણે એક પછી એક શાળાને તાળાબંધી કરવામાં આવી છે.
ત્યારે બનાસકાંઠા જીલ્લામાં એક જ સપ્તાહમાં 2 શાળામાં તાળાબંધી કરવાની ઘટના સામે આવી છે. 4 દિવસ અગાઉ ડીસા તાલુકાના રમુણ પ્રાથમિક શાળામાં આચાર્ય મનમાની અને 2 ગામ વચ્ચે જાતિવાદ
ફેલાવવા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કર્યા હતા. શિક્ષકો સાથે પણ ખરાબ વર્તન કરી રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી આચાર્ય હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તાળાબંધી રાખવાની ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી હતી.

 

જે બાદ મંગળવારે ફરી દાંતીવાડાના હરીયાવાડા પ્રાથમિક શાળાને તાળાબંધી કરી હોવાની ઘટના સામે આવી છે.

 

ગ્રામજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોના આંતરીક વિખવાદના કારણે દિવસેને દિવસે શિક્ષણ કથળી રહ્યું છે.

 

ધો. 8 વચ્ચે માત્ર 5 શિક્ષકો અને પાયાની સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ નીવડી હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે.

 

વારંવાર રજૂઆત છતાં ધ્યાનમાં ન લેવાતાં આખરે ગ્રામજનો રોષે ભરાયા હતા અને વિખવાદી શિક્ષકોને બદલી કરી નવા શિક્ષકો પૂરતા પ્રમાણમાં મૂકી પાયાની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી હતી.
અને રોષે ભરાયેલા ગ્રામજનોએ હરીયાવાડા પ્રાથમિક શાળાને તાળાબંધી કરી હતી અને ફરી શિક્ષણ વિભાગને રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!