ડીસામાં દાવેદારોનો રાફડો ફાટ્યો : 52 લોકોએ ભાજપ તરફથી ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી

- Advertisement -
Share

સતત 2 દિવસ સુધી નિરીક્ષકોએ જીલ્લાની તમામ બેઠકો પર અંદાજીત 250 થી પણ વધુ લોકોને સાંભળી સેન્સ પ્રક્રીયા પૂર્ણ કરી છે

 

બનાસકાંઠામાં 9 વિધાનસભા બેઠક માટે ઉમેદવારો પસંદગી કરવા ભાજપે સેન્સ પ્રક્રીયા હાથ ધરી હતી. જેમાં પાલનપુર બાદ ડીસા વિધાનસભા બેઠક પર પણ ઉમેદવારનો રાફડો ફાટ્યો છે. ડીસાના ધારાસભ્યે પણ નિરીક્ષકો આગળ દાવેદારી નોંધાવી છે.
ત્યારે આ સિવાય સેવાભાવી પી.એન. માળી, ડીસા તાલુકા ઠાકોર સમાજના આગેવાન રમેશભાઇ દેલવાડીયા, ગુજરાત વેર હાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, યુ.જી.સી. મહીલા વિકાસ કમિટીમાં અધ્યક્ષ સહીત 52 લોકોએ દાવેદારી નોંધાવી છે.
બનાસકાંઠાની 9 વિધાનસભાની બેઠકમાં છેલ્લે ડીસા વિધાનસભા બેઠક માટેની પણ સેન્સ પ્રક્રીયા પૂર્ણ થઇ ગઇ છે. સતત 2 દિવસ સુધી નિરીક્ષકોએ જીલ્લાની તમામ બેઠકો પર અંદાજીત 250 થી પણ વધુ લોકોને
સાંભળી સેન્સ પ્રક્રીયા પૂર્ણ કરી છે. જેમાં ડીસા વિધાનસભા બેઠક માટે કુલ 52 જેટલાં કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

 

સેન્સ પ્રક્રીયામાં ડીસાના ધારાસભ્યે દાવેદારી કરી હતી. ત્યારે આ સિવાય પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી પી.એન. માળી, ઠાકોર સમાજના આગેવાન રમેશભાઇ દેલવાડીયા, ડીસા નગરપાલિકા
પ્રમુખ રાજુભાઇ ઠક્કર, યુ.જી.સી.માં મહીલા વિકાસ કમિટીના અધ્યક્ષ ડો. રાજુલબેન દેસાઇ, ગુજરાત વેર હાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડો. રીટાબેન પટેલ, સાધ્વી નિર્મલપૂરીજી, પૂર્વ જીલ્લા
પંચાયત પ્રમુખ દિનેશભાઇ જોષી, લેબજી ચમનજી પરમાર, દિલીપસિંહ વાઘેલા સહીત ડીસા નગરપાલિકાના નગરસેવકો, પૂર્વ નગરપાલિકા પ્રમુખો, સરપંચો સહીત 52 જેટલાં ભાજપના સક્રીય
કાર્યકરો અને આગેવાનોએ દાવેદારી નોંધાવી છે. હવે નિરીક્ષકો આ દાવેદારોનું લીસ્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકશે અને તે બાદ પાર્ટી પસંદગીનો કળશ કોના પર ઢોળશે. તે તો ભાજપ દ્વારા ઉમેદવારોનું લીસ્ટ બહાર પાડયા બાદ જ ખ્યાલ આવશે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!