ઉદયપુરમાં વિધર્મીઓએ નૂપુર શર્માના સમર્થકનું ગળું કાપ્યું : દુકાનમાં ઘૂસીને કટારના ઘા માર્યા, VIDEO પણ બનાવ્યો; ઉદયપુરમાં શાંતિભંગના થાય તે માટે ઈન્ટરનેટ બંધ
ચેતવણી : આરોપીઓએ બનાવેલ કુલ ત્રણ વિડીઓ આ આર્ટીકલના અંતમાં છે પરંતુ વિડીઓ તમને વિચલિત કરી શકે છે! વિડીઓ તમને માનસિક રીતે અસર કરી શકે છે જેની બનાસકાંઠા અપડેટ કોઈ જવાબદારી લેતું નથી!
રાજસ્થાનના ઉદયપુરમાં 10 દિવસ પહેલાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર એક વ્યક્તિનું નીન્મ્ર મર્ડર કરી દેવાયું છે. 2 હુમલાખોર મંગળવારે ધોળાદિવસે તેમની દુકાનમાં ઘુસ્યાં અને કટાર જેવા દેખાતા તિક્ષ્ન હથિયારના અનેક ઘા માર્યા છે, જે બાદ તેનું ગળું પણ કાપી નાખવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ બનાવ્યો, એટલું જ નહીં આરોપીઓએ(વિડીઓમાં જણાવેલ નામ: મહોમ્મદ રીયાઝ અખ્તારી અને મહોમ્મદ) ઘટના પછી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને હત્યાની જવાબદારી પણ લીધી.
શાંતિ વ્યવસ્થા યથાવત રાખવા માટે ઉદયપુર જિલ્લામાં 24 કલાકમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. ઘટનાના વિરોધમાં હાથીપોલ, ઘંટાઘર, અશ્વની બજાર, દેહલી ગેટ અને માલદાસ સ્ટ્રીટની બજાર બંધ છે. આખા રાજસ્થાનમાં એલર્ટ જાહેર કરાયું છે. મૃતદેહ હજુ પણ દુકાનની બહાર જ પડ્યો છે. મૃતકના પરિવારે સરકાર પાસે 50 લાખ રૂપિયા અને સરકારી નોકરીની ડિમાન્ડ કરી છે.
કન્હૈયાલાલ તેલી (40)નો ધાનમંડી સ્થિત ભૂતમહેલની પાસે સુપ્રીમ ટેલર્સ નામની દુકાન છે. આજે મંગળવારે બપોરે લગભગ અઢી વાગ્યાના સમયે બાઈક પર બે બદમાશો આવ્યા હતા. માપ દેવાના બહાને દુકાનમાં એન્ટ્રી લીધી. કન્હૈયાલાલ કંઈ સમજે તે પહેલા બદમાશોએ હુમલો કરી દીધો. એક પછી એક તેના પર અડધો ડઝનથી વધુ ઘા મારવામાં આવ્યા. ઘટના સ્થળે જ તેમને જીવ ગુમાવ્યો. જે બાદ બંને બદમાશ ફરાર થઈ ગયા.

આ ઘટનાની જાણ થતાં જ ધાનમંડી સહિત ઘંટાઘર અને સૂરજપોલ પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટીમ ઘટનાસ્થળે છે. ટીમે પુરાવાઓ એકઠાં કર્યા છે. ઘટના પછી વિપક્ષના નેતા ગુલાબચંદ કાટરિયાએ પણ SPને ફોન કરી ઘટનાની જાણકારી લીધી છે. તેમને નિષ્પક્ષ તપાસની માંગ કરી આરોપીઓને ઝડપથી પકડવાની વાત કરી છે.
કન્હૈયાલાલ ગોર્વધન વિલાસ વિસ્તારમાં રહેતા હતા. 10 દિવસ પહેલા તેમને ભાજપમાંથી હટાવવામાં આવેલા નૂપુર શર્માના પક્ષમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જે બાદથી કેટલાંક લોકો તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યાં હતા. કન્હૈયાલાલ સતત ધમકીઓથી પરેશાન હતા.

6 દિવસથી તેમને પોતાની ટેલર્સની દુકાન પણ ખોલી ન હતી. તેમને પોલીસ સમક્ષ ધમકીઓ આપનાર યુવકો અંગે નામજોગ ફરિયાદ પણ કરી હતી. પોલીસે તેમને થોડાં દિવસ સાચવીને રહેવાનું કહી તેમની ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી.
उदयपुर में हुई घटना बहुत ही दुःखद है और उसकी जितनी निंदा की जाए उतनी कम है, बहुत चिंता वाली बात है कि इस प्रकार से मर्डर करना किसी का ये बहुत ही दुःखद भी है, शर्मनाक भी है। मैं समझता हूं कि माहौल ठीक करने की आवश्यकता भी है। पूरे देश के अंदर तनाव का माहौल बन गया है। pic.twitter.com/BOi3zfo1bF
— Ashok Gehlot (@ashokgehlot51) June 28, 2022
કલેક્ટર તારાચંદ મીણા, SP મનોજ ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા. હાથીપોલ સહિત અડધો ડઝન વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવાઈ છે. લોકો ઘટનાસ્થળે પહોંચીને પ્રદર્શન કરી રહ્યાં છે. મૃતદેહ હજુ ઘટનાસ્થળ પર જ પડ્યો છે. પરિવારના લોકો હોબાળો કરી રહ્યાં છે. ખેરવાડાથી પોલીસની વધારાની ટીમ બોલાવવામાં આવી છે. શહેરના 5 વિસ્તારમાં બજાર બંધ કરી દેવાઈ છે.
SP ઉદયપુર મનોજ ચૌધરીએ કહ્યું, જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘણી ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. જે પણ કોઈ ગુનેગાર હશે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પરિવાર સાથે કોઈ વાત થઈ નથી. નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ પછી મળી રહેલી ધમકીઓની ફરિયાદના સવાલ પર SPએ કહ્યું કે, મૃતક સાથે જોડાયેલા તમામ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાંક આરોપીઓની ઓળખ થઈ છે.
I condemn the gruesome murder in Udaipur Rajasthan. There can be no justification for it. Our party’s consistent stand is to oppose such violence. No one can take law in their own hands. We demand that the state govt takes strictest possible action. Rule of law must be upheld 1/3
— Asaduddin Owaisi (@asadowaisi) June 28, 2022
હાથીપોલ ચોકમાં કેટલાંક યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. ભાજપ યુવા મોરચાના એક કાર્યકર્તા ઘાયલ થઈ ગયો છે. શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે સંવેદનશીલ જગ્યાથી લઈને દરેક સ્થળને છાવણીમાં ફેરવી દીધી છે.
Update: ઉદયપુરમાં યુવાનનું ગળું કાપનાર બે આરોપીની તાબડતોબ ધરપકડ, શહેરના સાત વિસ્તારમાં કર્ફ્યુ
ઘટના સમયનો વિડીઓ
ઘટના બાદ આરોપીઓએ હત્યાની જવાબદારી લેતો વિડીઓ બનાવ્યો
હત્યા કરતા પહેલા બનાવેલ વિડીઓ અને અન્યોને પર ઉસ્કેરવાનો પ્રયાસ કરતો બનાવ્યો વિડીઓ
Important: The culprit made all these video and shared on social media and after that other user shared this on facebook, the embedded videos you are watching is shared by another person and not by the culprit.
From – Banaskantha Update