પાલનપુરમાં પ્રેમમાં અડચણ બનારાર પતિને ઝાડ સાથે બાંધી દાતરડાથી પ્રેમી અને પત્નીએ રહેંસી નાખ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના પીપળી(ભા) ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમમાં અવરોધ બનનારને પોતાની પત્ની અને પ્રેમીએ બંને જણાએ કાવતરૂ રચી પતિ રમેશભાઇ ગમારને આશરે દોઢેક માસ અગાઉ રાત્રિના સુમારે પાલનપુરના પીપળી (ભા) ગામમાં ખેતરમા શેઢે આવેલ લીમડાના ઝાડ સાથે દોરડાથી બાંધી દાતરડાથી રાહુલે માથા અને બંને હાથોના ભાગે ઘા મારી રમેશભાઇ ગમારની હત્યા કરી તેનું મોત નીપજાવી મોત છુપાવવા તેની લાશ મેણીયાના કટ્ટામાં અન્ય ખેતરના શેઢા નજીક જનીનમાં દાટી ગુનો બહાર આવતાં ચકચાર મચી ગઇ છે.

તા. 20 જૂન પાલનપુરના પીપળી (ભા) ગામમાં અમરાભાઇ પ્રજાપતિના બાજરીના ખેતરમાં બાજરી વાઢતા એક માનવ કંકાલ મળી આવ્યું હતું. જેમાં પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી માનવ કંકાલને કબજે લઇ પાલનપુર સિવિલમાં ખસેડયો હતો. જો કે, માનવ કંકાલ કોનું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જો કે, માનવ કંકાલ ઉપરથી મળી આવેલા કપડા અને હાથે પહેરવાનો પ્લાસ્ટીકનો પટ્ટા પરથી તા. 17 મે 2022 ના ગુમ થયેલ રમેશભાઇ ગમાર નામના વ્યક્તિના કાકા અને તેમના પરિવારજનોને બોલાવી ઓળખ કરાવી હતી. તે કપડા અને પટ્ટા પરથી પરિવારજનોએ માનવ કંકાલ રમેશભાઇ ગમાર હોવાની ઓળખ બનાવી હતી. જો કે, આ માનવ કંકાલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે મોકલી આપવાનું અને રમેશભાઇ ગમારના મોત બાબતે કંઇ હકીકત જાણવા મળશે.

 

ત્યારબાદ રમેશભાઇ ગમારના મોત બાબતે પરિવારજનો તપાસ કરતા હતા. તે દરમિયાન પરિવારજનોને રમેશભાઇ ગમાર પત્ની લીંબુબેન ઉપર શંકા જતાં ફરિયાદી નારણભાઇ ગમાર તેમના પરિવારજનો અને મિત્ર સાથે રમેશભાઇ ગમારની પત્ની લીંબુ પાસે આવીને તેને વિશ્વાસમાં લઇ રમેશભાઇ ગમારના મોત બાબતે પૂછપરછ કરતાં પ્રથમ ગલ્લા-તલ્લા કરવા લાગી હતી.

જેથી પરિવારજનોએ કડકાઇથી પૂછતાં તેણે પરિવારજનોને જણાવ્યું હતું કે, મારે પીપળી (ભા) ગામના રાહુલ પટ્ટણી સાથે આશરે એકાદ વર્ષ ઉપર પ્રેમ સબંધ થતાં અમો બંને જણા મારા પતિની ગેરહાજરીમાં છાના છપના ઘરે અને ખેતરમાં મળતા હતા. રાહુલ મારા ઘરે પણ આવતો જતો હતો. જે મારા પતિ રમેશભાઇ ગમારને ગમતું ન હોઇ અને મારા રાહુલ સાથેના પ્રેમ સબંધની તેઓને જાણ તેઓ મને અવાર-નવાર મારઝૂડ કરતા હતા. જે બાબતે મે રાહુલને વાત કરી હતી. જેથી મારા પતિ રમેશભાઇ ગમારની હત્યા કરી હતી. તેના 2 દિવસ પહેલાં રાહુલ મારા ઘરે આવ્યો હતો અને મને વાત કરી કે, તારો પતિ રમેશ ગમાર પુષ્કળ દારૂ પીને રાત્રે ઘરે આવે ત્યારે આપણે બંને જણ તેને પતાવી નાખીશું તેવી વાત કરી હતી. ત્યારબાદ આ બનાવના રાત્રે મારા પતિ પુષ્કર દારૂ પીને ઘરે આવ્યા હતા અને ખાટલા પર આવીને બેઠા હતા. તે વખતે રાહુલ પણ મારા ઘરે આવ્યો હતો. રાહુલે લીમડો કાપવાનું લોખંડનો દાતરડું લઇ ત્યારબાદ અમે બંને જણાએ મારા પતિ રમેશને બાવડેથી પકડી રાત્રિ દસેક વાગ્યાની આજુબાજુ ખેતરના શેઢા ઉપર લઇ જઇને શેઢા ઉપર લીમડાના ઝાડ સાથે દોરડાથી બાંધીને રાહુલ પાસેથી દાતરડું મારા પતિના માથાના ભાગે 2 અને બંને પગના ભાગે ઘા માર્યાં હતા. ત્યારબાદ રાહુલ પાસેથી દાતરડું મે લીધો હતો અને મે પણ મારા પતિના ગળા ભાગે અને હાથોના ભાગે દાતરડા ઘા માર્યાં હતા.

મારા પતિ મરણ જતાં અમોએ તેમની લાશ ખેતરમાં પડેલ મેણીયાના કટ્ટામાં નાખી મારા પતિના મોતની કોઇને ખબર ન પડે તે આશયથી લાશ અમો બંને જણાએ અન્ય ખેતરના શેઢા નજીક જમીનમાં ખાડો કરી દાટી દીધી હતી. ત્યારબાદ થોડા સમય પછી ખેતરમાં બાજરી વાઢવાની હોઇ તે વખતે લાશ બાબતની ખબર પડી જશે તે ડરથી મે અને રાહુલે મારા પતિની લાશ ફરીથી રાત્રિના સમયે બહાર કાઢી અન્ય ખેતરમાં બાજરી વાવેતર કરેલ પાકમાં નાખી દીધી હતી તેવી વાત કરતાં અમોએ આ બનાવ વિશે રમેશના પત્ની લીંબુબેને પરિવારજનોને જણાવ્યું હતું. રમેશ ગમારના ખૂન તેની જ પત્ની લીંબુબેન અને તેના પ્રેમી રાહુલ પટ્ટણીએ કરી છે. જેથી રમેશભાઇ ગમારના પરિવારજનો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!