ડીસામાં આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આદિવાસી એકતા સંગઠન દ્વારા સભા યોજાઈ

Share

સમગ્ર ભારત દેશમાં સોમવારે આદિવાસી સમાજ દ્વારા આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત ડીસા ખાતે કાર્યરત આદિવાસી એકતા સંગઠન દ્વારા પણ સોમવારે ડીસાના સાંઈબાબા મંદિર ખાતે ઉજવણીના ભાગરૂપે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

[google_ad]

દરેક સમાજ પોતાની ઓળખ ધરાવે છે ત્યારે સમગ્ર દેશમાં આદિવાસી સમાજ દ્વારા સોમવારે આદિવાસી દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જીલ્લામાં પણ મોટાભાગે આદિવાસી જાતિના લોકો વસવાટ કરે છે ત્યારે સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં પણ સોમવારે આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી.

[google_ad]

જે અંતર્ગત ડીસા ખાતે કાર્યરત આદિવાસી એકતા સંગઠન દ્વારા પણ ડીસાના સાંઈબાબા મંદિર ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે ડીસા શહેરમાં વસતા આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને તમામ આદિવાસી સમાજના આગેવાનોનું આદિવાસી સમાજ સંગઠનના પ્રમુખ રમેશભાઈ માજીરાણા અને પ્રકાશભાઈ માજીરાણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

[google_ad]

સોમવારે યોજાયેલા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે પણ સમાજના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી ત્યારે સોમવારે આદિવાસી દિવસ નિમિત્તે ડીસામાં પણ આદિવાસી સમાજ દ્વારા સભા યોજી ઉજવણી કરવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share