પાલનપુરમાં 2 સ્થળેથી જુગાર રમતાં 11 શખ્સો ઝડપાયા

- Advertisement -
Share

રોકડ રૂ. 34,390 સહીત જુગાર સાહીત્ય જપ્ત કર્યો

 

પાલનપુર કંથેરીયા હનુમાન વડલીવાળાપરા અને કોઝી વિસ્તારમાં જુગાર રમતાં 11 શખ્સોને પોલીસે રોકડ રૂ. 34,390 સહીત જુગાર સાહીત્ય સાથે ઝડપી પાડયા હતા.

પાલનપુર પૂર્વ પોલીસ મથકની ટીમે કંથેરીયા હનુમાન વડલીવાળાપરા વિસ્તારમાં જુગાર રમતાં ભરતભાઇ ગણપતભાઇ પઢિયાર (ફાંસીયા ટેકરા), પ્રવિણભાઇ બાબુભાઇ પરમાર (કમાલપુર ચોક),
જીગરભાઇ મોહનભાઇ પરમાર (વડલીવાળાપરા), પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ (ઓડવાસ, ટેકરી વિસ્તાર) કુવારીયા અને જલોત્રાના રતીલાલ દલજીભાઇ ચૌહાણ (ઠાકોર) ને રૂ.23,250 નો મુદ્દામાલ સાથે અટકાયત કરી જુગારધારા એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

જ્યારે પશ્વિમ પોલીસ મથકની ટીમે કોઝી સુખડીયા ગલીમાં રાયમલભાઇ ચૌધરીના કારખાનામાં રહેતાં શખ્સો રૂ. 11,140 નો મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.

 

જેમાં તલકાભાઇ ઉર્ફે તરૂણભાઇ રખાજી પરમાર (રવિગામ, ધાનેરા), સતિષકુમાર કરશનજી પરમાર (સોરડા,રાજસ્થાન), હંજારીભાઇ હનાભાઇ પરાડીયા (પાંથાવાડા), પ્રકાશકુમાર ઉર્ફે પપ્પુભાઇ ચોપાજી
સોલંકી (પરમાર) (મંડાર,રાજસ્થાન) અને ભૂપતભાઇ કાળાજી પરમાર (વડગામ,રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. આ અંગે પશ્વિમ પોલીસે જુગારધારા એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!