ડીસા તાલુકાના કણજરા ગામે રહેતા 2 ઈસમોએ જેતપુર ખાતે ઓઈલમિલ ચલાવતા વેપારી પાસે ત્રણ લાખ ઉપરાંત મગફળીનો ખોળ ખરીદી કરી હતી અને બાદમાં અન્યના નામનો ખોટો ચેક આપી છેતરપીંડી આચરતા વેપારીએ ડીસા દક્ષિણ પોલીસ મથકે 2 ઇસમો સામે ફરિયાદ નોંધાવી. જે બાદ ડીસા દક્ષિણ પોલીસએ કેટલફીડના વેપારીઓને ખોટા ચેક આપી છેતરપિંડી કરતા માસ્ટરમાઈન્ડ એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો તેમજ અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ સમગ્ર ફરિયાદની વિગતો જોતા મોરબીના જેતપુર ખાતે રહેતા સંદીપભાઈ કાંતિભાઈ અમૃતિયા જેતપુર ખાતે ભાગીદારીમાં ઓઈલમિલ ચલાવે છે જેમાં વિપુલભાઈ અને યોગેશભાઈ કડીયા તેમના ભાગીદાર છે. જેઓ આસપાસના ગામડાના ખેડૂતો પાસે મગફળી પીળી ખોલ ખરીદી કરી વેચાણ કરે છે. ગત તારીખ 12/06/2022ના રોજ તેમના ભાગીદાર વિપુલભાઈના મોબાઈલ ઉપર વિષ્ણુભાઈ લાલભાઈ ઠાકોર નામના વ્યક્તિનો ફોન આવેલો.
ડીસા ખાતે મગફળી ખોળ ખરીદવા માટે વાત કરેલ અને ગાડી ડીસા મોકલી આપવા જણાવતા જેથી વિપુલભાઈએ તારીખ 14/06/22ના રોજ ટ્રકમાં મગફળી ખોળ પ્રતિકીલો રૂપિયા 30ના ભાવે 240 થેલી જેનું વજન 13,140 કિલો અને તેની કિંમત રૂપિયા 3,94,200 ડીસા ખાતે મોકલી આપેલ અને તેનું પેમેન્ટ લેવા માટે સદીપભાઈ અને તેમના ભાગીદાર યોગેશભાઈ પોતાની ગાડી લઈ ડીસા ખાતે આવેલા અને 15/06/22ના રોજ સવારે ડીસા પાટણ હાઇવે નજીક શ્રીરામ વેબ્રિજ જોડે આવી યોગેશભાઈએ ફોન કરી વિષ્ણુભાઈ ઠાકોરને જણાવેલ કે,
મગફળી ખોળની ગાડી આવી ગયેલ છે અને તેના પગલે વિષ્ણુભાઈ ઠાકોર ત્યાં તેમના ભાગીદાર મુકેશભાઈ ઠાકોરને લઈ ત્યાં આવેલા અને ગાડીનું વજન કરતા કુલ વજન 13,140 કિલો મગફળી ખોળ જેની કિંમત 3,92,200 રૂપિયા થતી હોઇ આ પેમેંટ પેટે વિષ્ણુભાઈએ 2 લાખ રોકડા અને બાકીના રૂપિયા ચેકથી આપવા તેમ જણાવી યોગેશભાઈ અને સદીપભાઈને વિશ્વાસમાં લીધેલા અને આ તમામ માલ અન્ય વાહનમાં ભરાવી રવાના કર્યા બાદ મુકેસભાઈ ઠાકોરે કહેલ કે યોગેશભાઈ અને સંદીપભાઈ કહેલ કે તમે મારા ભાગીદાર વિષ્ણુભાઈ જોડે બેસો હું પેમેન્ટ લઈને આવું છું અને ત્યાંથી ગયા બાદ થોડીવારમાં મુકેશજી ઠાકોર ત્યાં પરત આવેલ અને યોગેશભાઈ અને સંદીપભાઈને કહેવા લાગેલ પેમેંટ રોકડાની વ્યવસ્થા થઈ નથી પેમેન્ટ પેટે આ કોરો ચેક રાખો હું પેમેન્ટની વ્યવસ્થા કરું છું.
જોકે, મુકેસભાઈએ આપેલ ચેક શ્રીજી ટ્રેડિંગના નામનો યસ બેન્ક ડીસાનો હતો અને તેમાં વિષ્ણુજી ઠાકોરેની સહી કરેલી હતી. આ ચેકની ખરાઈ કરવા માટે યોગેશભાઈ અને તેમના ભાગીદાર ગાયત્રી મન્દિર નજીક યસ બેન્કમાં ગયેલા અને બેન્કમાં તપાસ કરતા શ્રીજી ટ્રેડિંગ નામનો આ ચેક હતો અને એકાઉન્ટ વિષ્ણુભાઈ લાલભાઈ ઠાકોરના નામનું હતું અને તે દરમિયાન વિષ્ણુભાઈના મોબાઈલ ઉપર તેમના પાર્ટનર મુકેશભાઈનો ફોન આવેલો કે હાલ પેમેંટ થયું નથી અને જ્યાં સુધી પેમેન્ટના થાય ત્યાં સુધી તમે વેપારી જોડે રહો જે વાત સાંભળી વિષ્ણુજી ઠાકોરે યોગેશભાઈ અને સંદીપભાઈને કહેલ કે જ્યાં સુધી તમારા માલનું પેમેન્ટ ના થાય ત્યાં સુધી મને તમારી જોડે રાખો જેથી મને તમારી સાથે મોરબી લઈ જાઓ અને મારો ભાગીદાર મુકેશજી ઠાકોર પેમેંટ આપે ત્યારે મને ડીસા પરત મોકલસો.
જેથી યોગેસભાઈ અને તેમના ભાગીદાર સંદીપભાઈ પોતાની ગાડીમાં વિષ્ણુભાઈ અને લઈ મોરબી જવા રવાના થયેલ અને મોરબી નજીક પહોંચતા મુકેશભાઈ ઠાકોરે વિષ્ણુભાઇને ફોન કરી જણાવેલ કે, તું પોલીસ સ્ટેશન જા અને કહે કે આ બન્ને વેપારી મારુ અપરહણ કરી લઈ જઈ રહ્યા છે. જોકે આ વાત સાંભળી આ બંને વેપારી યોગેશભાઈ અને વિપુલભાઈ વિષ્ણુજીને લઈ પોલીસ મથક પહોંચી સમગ્ર હકીકત પોલીસ મથકે જણાવેલ.
જોકે, પોલીસ કડક પૂછપરછ કરતા આ વિષ્ણુજી ઠાકોરે પોતાનું સાચું નામ ભરતજી જયંતીજી ઠાકોર રહે.કણઝરા તા.ડીસા વાળાનું હોવાનું જણાવેલ જોકે પોલીસ આ બાબતે વધુ તપાસ કરતા ડીસા તાલુકા પોલીસ મથકે મુકેશજી ઠાકોરે પોતાના ભાગીદારનું અપરહણ થયું હોવાની ખોટી ફરિયાદ પણ આપેલ જોકે આ છેતરપિંડી બાબતે યોગેશભાઈના ભાગીદાર વિપુલભાઈ યસ બેન્કનો ચેક બેન્કમાં નાખતા બેલેન્સ ના હોઈ ચેક પરત ફરેલો.
જેથી આ સમગ્ર મામલે મિલ માલિક યોગેશભાઈ અને તેમના ભાગીદાર વિપુલભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે વિષ્ણુજી એટલે ભરતજી જયતીજી ઠાકોર અને મુકેસજી પ્રધાનજી ઠાકોર બનેં રહે.કણઝરા તા.ડીસા વાળા વિરુદ્ધ ડીસા ખાતે માલ મંગાવી ડીસા ખાતે અન્ય ગાડીમાં ભરાવી માલના નાણાં પેટે રૂપિયા 3,94,200નો બીજાના એકાઉન્ટ ચેક આપી એકબીજાના મેલાપી પણાં કરી છેતરપિંડી આચરવા મામલે ફરિયાદ નોંધવાતા ડીસા દક્ષિણ પોલીસ આ સમગ્ર છેતરપિંડી બાબતે મુકેશજી પ્રધાનજી ઠાકોર અને ભરતજી જયતીજી ઠાકોર બન્ને રહે.કણઝરા તા. ડીસા વાળા વિરુદ્ધ વગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જે બાદ પોલીસે વેપારીની ફરિયાદ નોંધી વેપારીઓને ખોટા ચેક આપી છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડ મુકેશ પ્રધાનજી ઠાકોર રહે.કણજારા તાલુકો ડીસા વાળા અને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બાકી સંડોવાયેલા આરોપીને શોધખોળ હાથ ધરી હતી.
From – Banaskantha Update