ડીસાની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને નિર્દોષ છોડયો

- Advertisement -
Share

 

ડીસા નજીક આવેલા ભીલડી ગામમાં રહેતાં અને માર્કેટયાર્ડમાં વેપાર કરતાં જયરામભાઇ ખેતાભાઇ જોષીએ માર્કેટયાર્ડમાં જ વેપારી પરાગભાઇ કરશનભાઇ પટેલ પાસેથી ખેતીની જમીન ખરીદી હતી અને બાનાપેટે રૂ. 25,00,000 પરાગભાઇને આપ્યા હતા.

 

જો કે, બાદમાં જમીન વેચાણ લેનાર જયરામભાઇને જાણવા મળેલ કે, પરાગભાઇએ તે જમીનનો ભાવ વધી ગયેલ હોઇ આ જમીન અન્ય વ્યક્તિને વેચવા માટે નક્કી કર્યું હતું અને સોદો રદ કર્યો હતો.

 

જ્યારે પરાગભાઇએ જયરામભાઇને બાનાપેટે આપેલ રૂ. 25,00,000 પરત આપવા માટે મધ્યસ્થ બેંકનો ચેક તા. 01/06/2013 ના રોજ આપ્યો હતો.

 

જ્યારે બાનાખત પણ રદ કર્યો હતો અને જણાવ્યું હતું કે, અમારૂ ખેતર બીજી પાર્ટીને વેચેલ છે તેના રૂપિયા આવે પછી ચેક બેંકમાં નાખશો તેમ જણાવ્યું હતું.

 

જો કે, ત્યારબાદ જયરામભાઇએ ચેક તા. 01/07/2013 ના રોજ દેના બેંક-ભીલડીમાં ભર્યો હતો. પરંતુ પૂરતું બેલેન્સ ન હોવાને કારણે ચેક પરત ફર્યો હતો.

 

જેથી આ બાબતે જયરામભાઇએ નેગોશિયલ ઇન્સ્ટુમેન્ટ કલમ-138 મુજબ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા હુકમમાં જણાવ્યું હતું કે, જમીનના બાનાખતમાં કોઇ સાક્ષીઓ કરાવ્યા નથી.

 

જો કે, આ જમીન પણ પરાગભાઇના ભાઇઓના નામે હોઇ આરોપીના નામે કોઇ જ ખેતર જણાતું નથી. જ્યારે સોંગદનામામાં ખેતર ક્યારે કઇ સાક્ષીની હાજરીમાં અને કેટલા ભાવમાં રાખ્યું છે તે સોગંદનામામાં જણાવ્યું નથી.

 

આમ વિવિધ બાબતોમાં વિસંગતતા મળી આવતાં ડીસાની કોર્ટેના બીજા એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફરિયાદી પક્ષના વકીલ અને આરોપી પક્ષના વકીલોની દલીલો બાદ આ કેસના આરોપી પરાગભાઇને 138 ના ગુનામાં નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!